
હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ ફારુક અબ્દુલ્લા પર ફાયરિંગ કરનાર આરોપીને પોલીસે કસ્ટડીમાં લીધો છે, તે ઝાડીઓમાં છુપાયેલો હતો જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના સંરક્ષક ડૉ. ફારુક અબ્દુલ્લા પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જાે કે તેનો બચાવ થયો હતો. બુધવારે (૧૧ માર્ચ) અબ્દુલ્લા જમ્મુના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં એક વકીલના લગ્નમાં હાજરી આપી રહ્યા હતા. ગોળીબાર કરનાર, જેની ઓળખ કમલ સિંહ જામવાલ તરીકે થઈ છે, તેને સુરક્ષા કર્મચારીઓએ પકડી લીધો હતો અને પોલીસે તપાસ શરૂ કરી છે.
આ ઘટના અંગે, જમ્મુ અને કાશ્મીરના સીએમ અને ફારુક અબ્દુલ્લાના પુત્ર, ઓમર અબ્દુલ્લાએ કહ્યું, “ભગવાન દયાળુ છે. મારા પિતા માંડ માંડ બચી ગયા. માહિતી હાલમાં અધૂરી છે, એટલી જાણકારી મળી છે કે, લોડેડ પિસ્તોલ સાથે એક વ્યક્તિ તેમની ખૂબ નજીક આવ્યો અને ગોળીબાર કર્યો.
સુરક્ષા ટીમે અટકાવી અને હત્યાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. હાલમાં, જવાબો કરતાં વધુ પ્રશ્નો છે, જેમાંથી એક એ છે કે કોઈ ભૂતપૂર્વ મુખ્યમંત્રીની આટલી નજીક કેવી રીતે પહોંચી શક્યું, જેમને Z+ (NSG) સુરક્ષા દળો દ્વારા સુરક્ષિત રાખવામાં આવે છે.”
ગોળીબારની ઘટનાએ હંગામો મચાવી દીધો. આરોપી કમલ સિંહ જામવાલ જમ્મુનો રહેવાસી છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં આરોપી ફારુક અબ્દુલ્લા પાસે જઈને ગોળીબાર કરતો જાેઈ શકાય છે. તે ગોળીબાર કરતાની સાથે જ ત્યાં હાજર સુરક્ષા કર્મચારીઓ તેને પકડી લીધો હતો.
જમ્મુ અને કાશ્મીરના કેબિનેટ મંત્રી સતીશ શર્માએ એબીપી ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે, આ ઘટનાની તપાસ થવી જાેઈએ. તેમણે કહ્યું કે, ફારુક અબ્દુલ્લા ભારતના એક અગ્રણી નેતા છે અને તેમને યોગ્ય સુરક્ષા મળવી જાેઈએ. આ સુરક્ષામાં ચૂક છે, જાેકે તેઓ બિલકુલ ઠીક છે. જ્યારે તેઓ ઘટનાસ્થળેથી નીકળ્યા ત્યારે તેમના ચહેરા પર કોઇ ગભરાટ કે અસ્વસ્થતાના લક્ષણો ન હતા.
ફારુક અબ્દુલ્લા સાથે જમ્મુ કાશ્મીરના ડેપ્યુટી સીએમ સુરિન્દર ચૌધરી પણ હતા. સુરિન્દર ચૌધરીને છરાથી સામાન્ય ઈજા થઈ હતી અને તેમને તબીબી સહાય આપવામાં આવી .




