
ભારત ક્રિકેટને અલગ લેવલે લઈ ગયું છે : રિચર્ડ્સ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પર દિગ્ગજ ક્રિકેટર વિવિયન રિચર્ડ્સ ફીદા રિચર્ડ્સે મર્યાદિત ઓવરના ક્રિકેટના શરૂઆતના વર્ષોમાં કેરેબિયાઈના દબદબાના દિવસોને યાદ કર્યા જ્યારે તે ૬૦ ઓવરની રમત હતી
વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ક્રિકેટર વિવિયન રિચર્ડ્સે T20 વર્લ્ડ કપ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની ૯૬ રનની જીત બાદ કહ્યું હતું કે, જ્યાં સુધી વ્હાઈટ બોલ ફોર્મેટની વાત છે તો ભારત પોતાના ક્રિકેટન અલગ લેવલે લઈ ગયું છે. તેઓ આ અઠવાડિયે લંડનમાં હતા, જ્યાં તેઓ નવેમ્બરમાં પોતાના દેશ એન્ટિગુઆ અને બાર્બુડામાં યોજાનારી કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ મીટિંગમાં સત્તાવાર દૂત તરીકે નવી ભૂમિકા ભજવી રહ્યા હતા.
રિચર્ડ્સે ભારતીય ટીમની પ્રશંસા કરતા કહ્યું કે, મારા મતે ભારત રમતને એક અલગ જ લેવલે લઈ ગયું છે, ખાસ કરીને મર્યાદિત ઓવરોની મેચો (વનડે અને T20) માં. આ ચાહકો માટે એક શાનદાર ભેટ છે જેમને ખેલ પ્રત્યે જુસ્સો છે અને તેને પ્રેમ કરે છે. મને લાગે છે કે, તે પ્રેમ અને જુસ્સો તથા જે દેશમાં આ રમાય છે તેના કારણે છે. નવી ભૂમિકા તરીકે તેમના કામમાં ક્રિકેટ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે કે કેમ તે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, અમે જાણીએ છીએ કે કોમનવેલ્થ દેશોમાં ક્રિકેટ ખૂબ રમાય છે. અમે આ બાબતો માટે આપણે આ વિસ્તારોમાં પ્રખ્યાત છીએ.
રિચર્ડ્સે મર્યાદિત ઓવરના ક્રિકેટના શરૂઆતના વર્ષોમાં કેરેબિયાઈના દબદબાના દિવસોને યાદ કર્યા જ્યારે તે ૬૦ ઓવરની રમત હતી. તેણે જણાવ્યું કે, અમે અમારો પહેલો વર્લ્ડ કપ ૧૯૭૫માં અને બીજાે ૧૯૭૯માં જીત્યો હતો. આજે અમે વેસ્ટ ઈન્ડિઝ જ્યાં પણ છીએ તેમાં ક્રિકેટની મોટી ભૂમિકા છે.
આ ઉપરાંત જે લોકો પહેલા વેસ્ટ ઈન્ડિઝ ટીમના ચાહક રહ્યા હશે, તેમને અમારી શાનદાર ક્ષણ જરૂર યાદ હશે. આ એક એવી બાબતો છે જેની તેઓ રાહ જાેઈ શકે છે.




