13 મેના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણી માટેના ચોથા તબક્કાના મતદાનમાં નવ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશના કુલ 1,717 ઉમેદવારોના ભાવિનો નિર્ણય ઈવીએમમાં થશે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, દસ રાજ્યોમાં 96 સંસદીય બેઠકો માટે 4,264 નામાંકન દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 1,717 માન્ય જણાયા હતા.
આ તબક્કામાં ઉત્તર પ્રદેશ, બિહાર, પી. બંગાળ, ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં મતદારો મતદાન કરશે.
યુપીની 13 સીટો પર મતદાન થશે
ચોથા તબક્કામાં ઉત્તર પ્રદેશના કાનપુર, ખેરી, સીતાપુર, શાહજહાંપુર, ઉન્નાવ, અકબરપુર, બહરાઈચ, ધૌરહરા, ઈટાવા, ફરુખાબાદ, હરદોઈ, કન્નૌજ અને મિસરિખમાં મતદાન થશે.