Storm In Bay Of Bengal : ગુરુવારે એલર્ટ જારી કરતા હવામાન વિભાગે કહ્યું કે બંગાળની ખાડીમાં આવેલું તોફાન રવિવાર સુધીમાં પશ્ચિમ બંગાળના કિનારે પહોંચી શકે છે. માછીમારોને બંગાળની ખાડીમાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
બુધવારે હવામાન વિભાગે આગાહી કરી હતી કે બંગાળની ખાડી પર હવાનું દબાણ ઘટી રહ્યું છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અથવા તોફાન થવાની સંભાવના છે. ગુરુવારે હવામાન વિભાગે કહ્યું કે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. તે રવિવાર સુધીમાં તીવ્ર ચક્રવાત તરીકે પશ્ચિમ બંગાળના કિનારે પહોંચશે.
26 મે સુધીમાં તે તીવ્ર ચક્રવાત તરીકે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે પહોંચી શકે છે. જેના કારણે પશ્ચિમ બંગાળના તટીય જિલ્લાઓ, ઉત્તર 24 પરગણા, દક્ષિણ 24 પરગણા અને પૂર્વ મેદિનીપુરના ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. IMD અનુસાર, રવિવારે ચક્રવાતને કારણે 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન કચેરીએ પશ્ચિમ બંગાળ, ઉત્તર ઓડિશા, મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુરના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 26-27 મેના રોજ ભારે વરસાદની ચેતવણી આપી છે.