Israel Gaza War : ગાઝામાં ચાલી રહેલી લડાઈમાં ઈઝરાયેલી સેનાએ શુક્રવાર-શનિવારની રાત્રે હમાસ સશસ્ત્ર જૂથના પ્રભાવશાળી કમાન્ડર ઝિયાદ અલ-દિન અલ-શરફાને મારી નાખ્યો. ઝિયાદ ગાઝાના કેન્દ્રમાં થયેલા હવાઈ હુમલામાં માર્યો ગયો હતો. દરમિયાન, રફાહ, જબાલિયા અને ગાઝાના અન્ય ઘણા વિસ્તારોમાં લડાઈ ચાલુ છે.
આ સમયગાળા દરમિયાન, ઇઝરાયેલના હુમલામાં ડઝનેક લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ સહિત, 7 ઓક્ટોબર, 2023 થી ગાઝામાં મૃત્યુ પામેલા પેલેસ્ટિનિયનોની કુલ સંખ્યા વધીને 35,903 થઈ ગઈ છે. ઈઝરાયલે રફાહમાં હુમલા રોકવા માટે ઈન્ટરનેશનલ કોર્ટના આદેશનું પાલન કરવાનો ઈન્કાર કરી દીધો છે.
આ આદેશ ભેદભાવપૂર્ણ અને ઈઝરાયેલના હિતોની વિરુદ્ધ છે
ઈઝરાયેલે કહ્યું છે કે આ આદેશ ભેદભાવપૂર્ણ અને ઈઝરાયેલના હિતોની વિરુદ્ધ છે તેથી તે તેને સ્વીકારી શકે નહીં. દરમિયાન, કતાર અને ઇજિપ્તની મધ્યસ્થી હેઠળ આવતા અઠવાડિયે ગાઝામાં યુદ્ધવિરામ માટેની વાતચીત ફરી શરૂ થશે તેવા સંકેતો મળી રહ્યા છે.
ઈઝરાયેલે ડ્રોન હુમલામાં સીરિયામાં કાર-ટ્રકને નિશાન બનાવી છે
આ દરમિયાન ઈઝરાયેલે સીરિયામાં ડ્રોન હુમલામાં એક કાર અને એક ટ્રકને નિશાન બનાવ્યું છે. આ હુમલાઓમાં લેબનીઝ સશસ્ત્ર સંગઠન હિઝબુલ્લાહના બે અગ્રણી સભ્યો માર્યા ગયા છે અને કેટલાક શસ્ત્રો અને દારૂગોળો નાશ પામ્યો છે. હુમલામાં અનેક લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. આ હુમલો સીરિયાના અલ-દાબા મિલિટરી એરપોર્ટ નજીક થયો હતો.