
સૂર્યાએ ખુદને નિર્દોષ ગણાવ્યો.સુનાવણીમાં ICC મેચ રેફરીએ ભારતીય ખેલાડીને આપ્યું જ્ઞાન ICC મેચ રેફરી રિચી રિચર્ડસને ભારતના ટી૨૦ કેપ્ટન સૂર્યકુમારને રાજનીતિક ટિપ્પણી કરવાથી બચવાનું કહ્યું.પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ફરિયાદ બાદ ICC મેચ રેફરી રિચી રિસર્ડસને ભારતના ટી૨૦ કેપ્ટન સૂર્યકુમાર યાદવને રાજનીતિક ટિપ્પણી કરવાથી બચવાનું કહ્યું છે. આ મુદ્દો ત્યારે ઉઠ્યો જ્યારે સૂર્યકુમાર યાદવે પાકિસ્તાન વિરુદ્ધ ૧૪ સપ્ટેમ્બરે ગ્રુપ-છ મેચમાં મળેલી જીત બાદ પહેલગામ આતંકી હુમલાના પીડિતો અને ભારતીય સેનાને સમર્પિત કરી હતી. આ સિવાય ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પાકિસ્તાની ક્રિકેટર્સ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કરી દીધો હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ મામલે સૂર્યકુમાર યાદવ વિરુદ્ધ આઈસીસીમાં ફરિયાદ કરી હતી.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ફરિયાદ બાદ સત્તાવાર સુનાવણીમાં આઈસીસી મેચ રેફરી રિચી રિચર્ડસને ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવને આપી ટિપ્પણી કરવાથી બચવાનું કહ્યું છે, જેને રાજનીતિક પ્રકૃતિની સમજી શકાય છે. તો સૂર્યકુમાર યાદવે રાજનીતિક નિવેદન આપવાના આરોપોને નકારતા ખુદને નિર્દોષ ગણાવ્યો છે. પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે સૂર્યકુમાર યાદવ આજ (શુક્રવારે) આઈસીસીની સુનાવણીમાં સામેલ થયો. સૂર્યકુમારની સાથે BCCI ના COO અને ક્રિકેટર ઓપરેશન મેનેજર હાજર રહ્યાં હતા. આઈસીસી મેચ રેફરી રિચી રિચર્ડસને સૂર્યકુમાર યાદવને સમજાવ્યો કે તેણે એવી કોઈ ટિપ્પણી ન કરવી જાેઈએ જેને રાજનીતિક પ્રકૃતિની માની શકાય.
સૂત્રએ આગળ કહ્યું- સૂર્યકુમાર યાદવને શું સજા મળી છે, તેની માહિતી સામે આવી નથી. આ મામલો લેવલ ૧ અંતર્ગત આવે છે, જે હેઠળ સત્તાવાર ચેતવણી આપી શકાય છે કે મેચ ફીના ૧૫ ટકાનો દંડ લગાવી શકાય છે. સૂર્યાએ ખુદને નિર્દોષ ગણાવ્યો અને તેથી સુનાવણી થી. મહત્વનું છે કે ૧૪ સપ્ટેમ્બરે ભારતના ટી૨૦ કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાન વિરુદ્ધ એશિયા કપમાં ટીમ ઈન્ડિયાની જીતને ભારતીય સશસ્ત્ર દળોને સમર્પિત કરી હતી. મેચ બાદ બોલતા સૂર્યકુમાર યાદવે કહ્યુ કે ભારતીય ક્રિકેટ ટીમ આ વર્ષે એપ્રિલમાં થયેલા દુર્ભાગ્યપૂર્ણ આતંકવાહી હુમલાના પીડિતો સાથે એક થઈને ઉભી છે.
