United Nations : સંયુક્ત રાષ્ટ્રએ ઈઝરાયેલ અને હમાસને પણ શરમજનક દેશો અને સંગઠનોની યાદીમાં સામેલ કર્યા છે. ગાઝામાં ઇઝરાયલી સેના દ્વારા બાળકો સામેની કાર્યવાહી અને માનવાધિકારના ઉલ્લંઘનને કારણે આંતરરાષ્ટ્રીય સંસ્થાએ આ કાર્યવાહી કરી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવના કાર્યાલય દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.
આ યાદીમાં ઈઝરાયેલને પ્રથમ વખત સામેલ કરવામાં આવ્યું છે. રશિયા, અફઘાનિસ્તાન, ઈરાક, મ્યાનમાર, સોમાલિયા, યમન, સીરિયા, આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ, અલ કાયદા અને બોકો હરામ પણ આ યાદીમાં છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે સંયુક્ત રાષ્ટ્રનો આ નિર્ણય ભ્રામક છે.