Karnataka: મેંગલુરુમાં બુધવારે એક નિર્માણાધીન ઈમારતમાં બે મજૂરો કાદવ નીચે દટાઈ ગયા હતા. જે બાદ એક મજૂરને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો, જ્યારે અન્ય એકને બચાવવા માટે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. બાલમટ્ટા રોડ પાસે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો.
માહિતી આપતાં દક્ષિણ કન્નડના ડેપ્યુટી કમિશનર મુલ્લાઇ મુહિલને જણાવ્યું હતું કે લગભગ 12.30 વાગ્યે માટી ધસી પડતાં બે મજૂરો ફસાયા હતા. જોકે, એક કામદારને બહાર કાઢવામાં આવ્યો છે. જ્યારે અન્ય મજૂરને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે.