
(નીડર,નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
ભાજપ શાસિત મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં સર્જાયો લઠ્ઠાકાંડ. ગુજરાતમાં ૧૩ લોકોના મોતની ઘટનાના થોડા જ દિવસો બાદ સર્જાયેલા આ લઠ્ઠાકાંડમાં ૧૦ ના મોત સાથે પ જણાં ગંભીર હાલતમાં ઝોલા ખાઈ રહ્યા છે. આ બાબતે વહીવટીતંત્રે સાત દારૂની દુકાનો સીલ કરી, શંકાસ્પદ લોકોના તબીબી પરીક્ષણ શરૂ કર્યા હતા. મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં રવિવારે ઝેરી દારૂ પીવાથી ઓછામાં ઓછા ૧૦ લોકોના કરૂણ મોત નીપજ્યા છે અને અન્ય કેટલાક લોકો ગંભીર રીતે બગડતી તબિયતને કારણે બીમાર પડ્યા છે. જોકે સ્થાનિક ભાજપના ધારાસભ્ય વીરેન્દ્ર લોધીએ દાવો કર્યો છે કે આ ઘટનામાં મૃત્યુ આંક ૧૧ ઉપર પહોંચ્યો છે અને ૨૫ થી વધુ લોકોને વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
મધ્યપ્રદેશના પડોશી રાજ્ય ગુજરાતના ભાવનગર જિલ્લામાં લઠ્ઠાકાંડ ને કારણે ૧૩ લોકોના મોતના થોડા જ દિવસો બાદ આ બીજી મોટી ઘટના સામે આવી છે. સાગર કલેકટર પ્રતિભા પાલે જણાવ્યું હતું કે જિલ્લા મુખ્યાલય થી લગભગ 30 કીમી દૂર આવેલા બાંદા તહસીલ ના બે ગામોમાં ગેરકાયદેસર ઝેરી દારૂ પીવાથી આ મોત થયા છે.
બનાવની જાણ થતાં જ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાવ કે માથાનો દુખાવો જેવા લક્ષણો ધરાવતા લોકોને તાત્કાલિક બુંદેલખંડ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (BMCH) ખાતે ખસેડવામાં આવ્યા છે. સાવચેતીના પગલે વહીવટીતંત્રે અસરગ્રસ્ત વિસ્તારની સાત દારૂની દુકાનોને સીલ કરી દીધી છે અને દારૂના સેમ્પલ લઈને તપાસ હાથ ધરી છે.
મુખ્યમંત્રી મોહન યાદવે બાંદા-શાહગઢ વિસ્તારમાં થયેલા આ મોંતને "અત્યંત દુઃખદ અને કમનસીબ ગણાવીને તુરંત તપાસના આદેશ આપ્યા છે અને સ્પષ્ટ કર્યું છે કે આ ઘટનામાં કોઈપણ દોષિતને છોડવામાં નહીં આવે. ઉચ્ચ અધિકારીઓ સાથે નાયબ મુખ્યમંત્રી જગદીઠા દેવડાએ પણ પીડિત પરિવારોની મુલાકાત લઈ સાંત્વના આપી હતી. સાથે અપીલ આપવા કરી હતી કે તાવ, ઊલટી, ચક્કર આવે તો નજીકના આરોગ્ય કેન્દ્ર પર જઈ ને તપાસ કરાવે.




