Indian Army: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયાની મુલાકાત પહેલા ઈન્ડિયા રશિયા રાઈફલ્સ પ્રાઈવેટ લિમિટેડ (IRPL) એ ભારતીય સેનાને 35 હજાર AK-202 એસોલ્ટ રાઈફલ્સ સોંપવાની માહિતી આપી છે. IRPL એ ભારત અને રશિયા વચ્ચેનું સંયુક્ત સાહસ છે.
ભારતમાં મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાનના સંપૂર્ણ અનુપાલનમાં રાઈફલ્સનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટમાં ટેકનોલોજી ટ્રાન્સફરનો સમાવેશ થાય છે.
IRPL એ AK-203 કલાશ્નિકોવ એસોલ્ટ રાઈફલ્સ બનાવવાના પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો પૂર્ણ કર્યો છે. આ રાઈફલો ઉત્તર પ્રદેશના અમેઠીમાં બનાવવામાં આવી છે. તમામ જરૂરી સાધનો ઉત્તર પ્રદેશના અમેઠીમાં કોરવા ઓર્ડનન્સ ફેક્ટરીમાં મોકલવામાં આવ્યા છે.