IPL 2025: IPL 2025 માટે, લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર ઝહીર ખાનને ટીમના મેન્ટર બનાવવા માટે વાતચીત કરી રહી છે. જો લખનૌ સુપરજાયન્ટ્સ ઝહીર ખાન સાથે કરાર કરે છે, તો ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર એક નહીં પરંતુ બે ભૂમિકામાં જોવા મળશે. મેન્ટર બનવાની સાથે જ ઝહીર ખાન લખનૌ ટીમના બોલિંગ કોચની ભૂમિકા પણ નિભાવી શકે છે.
ગૌતમ ગંભીરની વિદાય પછી, IPL ફ્રેન્ચાઇઝી લખનૌ સુપરજાયન્ટ્સ (LSG) ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાનને મેન્ટર તરીકે નિયુક્ત કરી શકે છે. આઈપીએલના સૂત્રોના જણાવ્યા અનુસાર, એલએસજી અને ઝહીર વચ્ચે વાતચીત ચાલી રહી છે અને જો બધુ બરાબર રહ્યું તો તે મેન્ટર તેમજ બોલિંગ કોચની ભૂમિકામાં જોવા મળી શકે છે.
ગંભીર ગયા વર્ષે એલએસજી છોડીને કેકેઆરમાં મેન્ટર તરીકે જોડાયો હતો. ટીમના બોલિંગ કોચ મોર્ને મોર્કેલ ભારતીય ટીમમાં જોડાયા બાદ આ પદ પણ ખાલી છે. સૂત્રોનું માનીએ તો ઝહીર જો ટીમમાં સામેલ થશે તો તે મેન્ટરની સાથે આ ભૂમિકામાં પણ જોવા મળશે.