
સચિન તેંડુલકર અને સુનિલ છેત્રી સાથે મુલાકાત.મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેસીનું ભવ્ય સ્વાગત કરાયુ.લિયોનેલ મેસીએ સચિન તેંડુલકર સાથે મુલાકાત કરીને તેને વર્લ્ડકપની ટીમ ઈન્ડિયાની ક્રિકેટ જર્સી ભેટમાં આપી.ફૂટબોલનો મહાન ખેલાડી ભારતની મુલાકાતે આવ્યો છે. કોલકાતા અને હૈદરાબાદમાં વિવિધ કાર્યક્રમ બાદ આજે મેસી મુંબઈ પહોંચ્યો. મુંબાઈના વાનખેડે સ્ટેડિયમમાં આજે મેસીના સન્માનમાં ભવ્ય કાર્યક્રમ આયોજિત કરાયો હતો. હજારોની સંખ્યામાં ફૂટબોલ ફેન્સ કાર્યક્રમમાં ભાગ લેવા સ્ટેડિયમ પહોંચ્યા હતા.
મેસીની એન્ટ્રી થતાં જ આખું સ્ટેડિયમ ઝૂમી ઉઠ્યું હતું. મેસીએ આજે ભારતના મહાન ફૂટબોલર સુનિલ છેત્રી તથા મહાન ક્રિકેટર સુનિલ તેંડુલકર સાથે પણ મુલાકાત કરી.
લિયોનેલ મેસીએ સુનિલ છેત્રીને વર્લ્ડકપ ફૂટબોલ ટીશર્ટ ભેટમાં આપી હતી. જે બાદ સુનિલે મેસી સાથે એક સેલ્ફી પણ લીધી.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મેસીનું સ્વાગત કર્યું. અભિનેતા અજય દેવગણ અને ટાઈગર શ્રોફ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા અને મેસી સાથે મુલાકાત કરી.
ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા સચિન તેંડુલકરે મેસી સાથે મુલાકાત કરીને તેને વર્લ્ડકપની ટીમ ઈન્ડિયાની ક્રિકેટ જર્સી ભેટમાં આપી હતી.




