દિગ્ગજ ભારતીય ઉદ્યોગપતિ રતન ટાટાના નિધનને લઈને ઈઝરાયેલના રાષ્ટ્રપતિ બેન્જામિન નેતન્યાહુએ પીએમ મોદી માટે એક સંદેશ લખ્યો છે. રતન ટાટાનું બુધવારે 86 વર્ષની વયે અવસાન થયું. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લાંબા સમયથી તેની સારવાર ચાલી રહી હતી. છેલ્લા કેટલાક સમયથી તેમની હાલત નાજુક હતી.
નેતન્યાહુએ પોતાના સંદેશમાં લખ્યું છે કે, મારા મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, હું અને અમારા ઘણા સાથી ઈઝરાયેલના લોકો રતન ટાટાના નિધનથી દુખી છીએ. તેઓ ભારતના પુત્ર હતા અને બંને દેશો વચ્ચે સારા સંબંધોના ચેમ્પિયન હતા. કૃપા કરીને રતન ટાટાના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરો. નેતન્યાહુ ઉપરાંત વિશ્વભરના ઘણા મોટા નેતાઓએ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
ભારતમાં અમેરિકી રાજદૂત એરિક ગારસેટીએ કહ્યું કે, ભારતે એક મોટા હૃદયવાળા મહાન વ્યક્તિ ગુમાવ્યા છે. જ્યારે હું એમ્બેસેડર તરીકે નિયુક્ત થયો ત્યારે મને પહેલો અભિનંદન સંદેશ રતન ટાટા તરફથી મળ્યો હતો. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું કે, રતન ટાટાનું વિઝન વિકાસને સમર્પિત હતું. તેમણે ફ્રાન્સ અને ભારતમાં ઉદ્યોગોને નવી ઊંચાઈઓ આપી. તેમણે કહ્યું, ફ્રાન્સે ભારતના એક પ્રિય મિત્રને ગુમાવ્યો છે. તેઓ તેમના માનવતાવાદી કાર્ય માટે જાણીતા થશે.
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે પણ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી હતી. સુંદર પિચાઈએ કહ્યું કે, જ્યારે હું છેલ્લે રતન ટાટાને મળ્યો હતો ત્યારે તેમની સાથે Waymo વિશે ચર્ચા થઈ હતી. બિલ ગેટ્સે કહ્યું, રતન ટાટા એક સ્વપ્નદ્રષ્ટા નેતા હતા જેમણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ ઘણા દેશોમાં ઉદ્યોગના વિકાસ માટે કામ કર્યું હતું. અનેક પ્રસંગોએ તેમને મળવાની તક મળી. તેમની માનવતાવાદી વિચારસરણી અને લોકોના હિતમાં કરેલ કાર્ય પ્રસંશાને પાત્ર છે.