
આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમને ક્યાં રમાડવામાં આવશે તે એક મોટો પ્રશ્ન હતો. જો ભારતીય ટીમ નોકઆઉટ માટે ક્વોલિફાય થશે તો સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ ક્યાં રમાશે તે અંગે મોટી માહિતી સામે આવી છે. આ પહેલા ભારત સરકારે ટીમને પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કરી દીધો હતો.
આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની મેચો દુબઈમાં રમાશે. જો ભારતીય ટીમ નોકઆઉટ માટે ક્વોલિફાય થશે તો સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ યુએઈમાં રમાશે.
સૂત્રોએ જણાવ્યું કે શનિવારે રાત્રે PCB અધ્યક્ષ મોહસિન નકવી અને UAE ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શેખ નાહયાન અલ મુબારક વચ્ચે થયેલી બેઠકમાં ભારતીય ટીમની મેચો માટે દુબઈની પસંદગી કરવામાં આવી છે.
9-10 મેચ પાકિસ્તાનમાં યોજાશે
ICCએ ગુરુવારે ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજન અંગેની મડાગાંઠનો અંત લાવ્યો અને જાહેરાત કરી કે તે હાઇબ્રિડ મોડલ પર યોજાશે. ICC ટૂંક સમયમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ જાહેર કરશે, જેમાં નવથી 10 મેચ પાકિસ્તાનમાં યોજાશે. જો ભારતીય ટીમ ફાઇનલમાં નહીં પહોંચે તો ફાઇનલ લાહોરમાં રમાશે.
અગાઉ ગુરુવારે, ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની અંગેની મડાગાંઠનો આખરે અંત આવ્યો જ્યારે ICC એ જાહેરાત કરી કે ભારત તેની મેચો યજમાન દેશ પાકિસ્તાનને બદલે તટસ્થ સ્થળોએ રમશે. હવે ટૂંક સમયમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શેડ્યૂલ પણ જાહેર કરી શકે છે. જો ભારતીય ટીમ ફાઇનલમાં પ્રવેશ નહીં કરે તો નિર્ણાયક મેચ લાહોરમાં રમાશે.
હાઇબ્રિડ વ્યવસ્થા ચેમ્પિયન્સ ટ્રોફી 2025, ભારતમાં આવતા વર્ષે યોજાનાર મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ અને 2026માં ભારત અને શ્રીલંકામાં યોજાનાર T20 વર્લ્ડ કપ પર લાગુ થશે. સુરક્ષાના કારણોસર ભારત સરકાર ટીમને પાકિસ્તાન મોકલવા તૈયાર ન હતી. આવી સ્થિતિમાં BCCIએ હાઇબ્રિડ મોડલની માંગ કરી હતી.
તાજેતરમાં સંભવિત શિડ્યુલ આવ્યું
હાલમાં જ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું સંભવિત શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું. આ મુજબ ભારતીય ટીમ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ મેચ રમાશે. ગ્રુપ સ્ટેજમાં ભારતની છેલ્લી મેચ 2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે રમવાની છે. તમામ મેચો ભારતીય સમય અનુસાર બપોરે 1 વાગ્યે શરૂ થશે.
ટ્રોફી માટે 8 ટીમો સ્પર્ધા કરશે
ગ્રુપ A: ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ.
ગ્રુપ B: અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ.
