
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 7થી 13 માર્ચ સુધીના સપ્તાહ દરમિયાન 128,71,466 સોદાઓમાં કુલ રૂ.13,91,970.45 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,52,090.21 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.12,39,866.62 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 8,60,300 સોદાઓમાં રૂ.92,995.17 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.85,740ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.87,866 અને નીચામાં રૂ.85,309ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,741ના ઉછાળા સાથે રૂ.87,775ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,055 ઊછળી રૂ.70,912 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.150 ઊછળી રૂ.8,912ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.1,692ના ઉછાળા સાથે રૂ.87,694ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.97,956ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1,01,336 અને નીચામાં રૂ.96,355ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2,404ના ઉછાળા સાથે રૂ.1,00,545ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.2,397 વધી રૂ.1,00,449 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.2,359 વધી રૂ.1,00,419 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 96,620 સોદાઓમાં રૂ.14,990.13 કરોડના વેપાર થયા હતા. તાંબુ માર્ચ વાયદો રૂ.887.95ના ભાવે ખૂલી, રૂ.7.25 વધી રૂ.898.10 જ્યારે એલ્યુમિનિયમ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.65 વધી રૂ.265.05 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.1.80 વધી રૂ.183ના ભાવ થયા હતા. જસત માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.2.80 વધી રૂ.279ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.0.70 વધી રૂ.264.85 સીસુ-મિની માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.1.75 વધી રૂ.183.40 જસત-મિની માર્ચ વાયદો રૂ.3 વધી રૂ.278.50 બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 9,13,416 સોદાઓમાં રૂ.44,090.3 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.5,798ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5,946 અને નીચામાં રૂ.5,761ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.10 વધી રૂ.5,794 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની માર્ચ વાયદો રૂ.11 વધી રૂ.5,794 બંધ થયો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.373ના ભાવે ખૂલી, રૂ.12.10 ઘટી રૂ.361.80 અને નેચરલ ગેસ-મિની માર્ચ વાયદો 12.4 ઘટી 361.8 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.14.61 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.52,840ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.52,940 અને નીચામાં રૂ.52,500ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.130 વધી રૂ.52,790ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.25.30 વધી રૂ.957.70 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.54,954 કરોડનાં 63,617.569 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.38,041.17 કરોડનાં 3,860.431 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.7,098.75 કરોડનાં 1,21,30,260 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.36,991.55 કરોડનાં 97,72,07,500 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,298.38 કરોડનાં 49,013 ટન, સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.302.83 કરોડનાં 16,562 ટન, તાંબાના વાયદાઓમાં રૂ.10,186.21 કરોડનાં 1,14,535 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.3,202.71 કરોડનાં 1,16,222 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.1.52 કરોડનાં 1,152 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં રૂ.13.09 કરોડનાં 138.6 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 23,791.445 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,022.965 ટન, તાંબાના વાયદાઓમાં 21,710 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 20,980 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 4,062 ટન તથા જસત અને જસત-મિનીમાં 16,973 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 12,97,810 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 2,61,13,000 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 11,952 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 94.32 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.13.62 કરોડનાં 132 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 124 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ માર્ચ વાયદો 20,503 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 21,034 અને નીચામાં 20,399 બોલાઈ, 635 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 459 પોઈન્ટ વધી 20,995 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.12,39,866.62 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,66,751.45 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.17,332.4 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.8,23,648.19 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,13,221.54 કરોડનાં કામકાજ થયાં હતાં.
