
ડમ્પિંગ સાઈડ પર ફરી એકવાર આગકચરાના ડુંગરમાં ભીષણ આગ, ઝેરી ધુમાડાથી લોકો ત્રાહિમામ.શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા જેવી ફરિયાદો પણ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે.દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળીયામાં નગરપાલિકાની ડમ્પિંગ સાઈડ પર ફરી એકવાર ભીષણ આગ ભભૂકી ઉઠી છે.
કચરાના વિશાળ ઢગલામાં લાગેલી આગને કારણે આકાશમાં ધુમાડાના કાળા ગોટેગોટા છવાઈ ગયા હતા, જે દુર-દુર સુધી જાેઈ શકાતા હતા. આ ઘટનાને પગલે આસપાસના રહીશોના આરોગ્ય સામે મોટું જાેખમ ઊભું થયું છે. આ આગ લાગવાને કારણે સમગ્ર વિસ્તારમાં ઝેરી ધુમાડો ફેલાયો છે. જે કારણે સ્થાનિક લોકોએ શ્વાસ લેવામાં તકલીફ પડવાની સમસ્યાની ફરિયાદ કરી છે.
જામ ખંભાળીયા નગરપાલિકાની ડમ્પિંગ સાઈડ પર લાગેલી આગને કારણે ફેલાયેલો ધુમાડો અત્યંત ઝેરી હોવાથી આસપાસના વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા જેવી ફરિયાદો પણ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, તંત્રની ઘોર લાપરવાહીને કારણે આ સાઈટ પર વારંવાર આગ લાગવાની ઘટનાઓ બને છે, પરંતુ તેનું કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવતું નથી.
આગની જાણ થતા જ જામ ખંભાળીયા નગરપાલિકાના ફાયર ફાઈટર્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. ફાયર જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જાેકે, કચરાના ઢગલામાં અંદરના ભાગે લાગેલી આગને કારણે તેને સંપૂર્ણ ઠારવામાં મુશ્કેલી પડી રહી છે. જામ ખંભાળીયા નગરપાલિકા દ્વારા કચરાના યોગ્ય નિકાલ માટે કોઈ નક્કર આયોજન ન હોવાને કારણે વારંવાર સર્જાતી આ પરિસ્થિતિથી પ્રજામાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.




