
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 79628.5 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 14756.75 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 64869.82 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 22167 પોઇન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 905.94 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12303.88 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ. 96696ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 96875ના ઓલ ટાઇમ હાઈને સ્પર્શી, નીચામાં રૂ. 96235ના મથાળે અથડાઈ, રૂ. 95254ના આગલા બંધ સામે રૂ. 1510ના ઉછાળા સાથે રૂ. 96764ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ. 1109 ઊછળી રૂ. 77422 થયો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો 1 ગ્રામદીઠ રૂ. 133 વધી રૂ. 9723 થયો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ. 1473ના ઉછાળા સાથે રૂ. 96257ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 96335ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 96520 અને નીચામાં રૂ. 95920ના મથાળે અથડાઈ, રૂ. 95000ના આગલા બંધ સામે રૂ. 1399ના ઉછાળા સાથે રૂ. 96399ના ભાવે બોલાયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ. 95600ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 96100 અને નીચામાં રૂ. 95292ના મથાળે અથડાઈ, રૂ. 95037ના આગલા બંધ સામે રૂ. 913ની તેજી સાથે રૂ. 95950ના ભાવે બોલાયો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ. 891 વધી રૂ. 95884ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ. 861 વધી રૂ. 95842 થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 944.04 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું એપ્રિલ વાયદો રૂ. 6.95 વધી રૂ. 851.9ના સ્તરે પહોંચ્યો હતો. જસત એપ્રિલ વાયદો રૂ. 1.7 વધી રૂ. 249 થયો હતો. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો 50 પૈસા ઘટી રૂ. 230.55ના સ્તરે પહોંચ્યો હતો. સીસું એપ્રિલ વાયદો 70 પૈસા વધી રૂ. 177.8ના ભાવે બોલાયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1536.86 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ એપ્રિલ વાયદો બેરલદીઠ રૂ. 5406ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 5436 અને નીચામાં રૂ. 5348ના મથાળે અથડાઈ, રૂ. 5513ના આગલા બંધ સામે રૂ. 138 ઘટી રૂ. 5375 થયો હતો. ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ. 137 ઘટી રૂ. 5377ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો એમએમબીટીયુદીઠ રૂ. 7.1 ઘટી રૂ. 271.4ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો રૂ. 7 ઘટી રૂ. 271.6 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ. 917ના ભાવે ખૂલી, રૂ. 3.2 વધી રૂ. 917 થયો હતો. કપાસનો એપ્રિલ વાયદો 20 કિલોદીઠ રૂ. 5 સુધરી રૂ. 1,460ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 9119.36 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 3184.52 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 611.87 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 104.45 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 30.97 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 196.75 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 614.88 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 921.98 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 2.95 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 24731 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 49583 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 10776 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 106008 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 6685 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 23012 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 39898 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 139314 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 20203 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 27371 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ એપ્રિલ વાયદો 22011 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 22200 પોઇન્ટના સ્તર અને નીચામાં 22011 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 359 પોઇન્ટ વધી 22167 પોઇન્ટના સ્તરે હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ. 5400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 72.2 ઘટી રૂ. 194.3 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ. 270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 5.2 ઘટી રૂ. 7.8 થયો હતો.
સોનું એપ્રિલ રૂ. 97000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 519 વધી રૂ. 1165ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ. 96000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 357.5 વધી રૂ. 1188 થયો હતો. તાંબું એપ્રિલ રૂ. 850ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 1.72 વધી રૂ. 7.8ના ભાવે બોલાયો હતો. જસત એપ્રિલ રૂ. 275ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 19 પૈસા વધી રૂ. 0.2 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ. 5300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 44.8 વધી રૂ. 202.1ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ. 270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 2.35 વધી રૂ. 6.75ના ભાવે બોલાયો હતો.
સોનું એપ્રિલ રૂ. 95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 575.5 ઘટી રૂ. 598 થયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ. 95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 397.5 ઘટી રૂ. 742.5 થયો હતો. તાંબું એપ્રિલ રૂ. 840ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 3.86 ઘટી રૂ. 2.18 થયો હતો.
