
USએ ચાબહાર પોર્ટની છૂટ રદ કરતા ભારતને ફટકો.યુએસના ર્નિણયથી ભારતને રશિયા, યુરોપ સાથે વેપાર માટે નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોરની યોજનાને ઝાટકા.અમેરિકાએ ઈરાનના ચાબહાર પોર્ટને આપેલી પ્રતિબંધની છૂટને પરત ખેંચવાનો ર્નિણય લેતા તેની પ્રતિકૂળ અસર ભારતને થશે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના ચાબહાર બંદર પર ૨૦૧૮માં અપાયેલી પ્રતિબંધની છૂટને પરત ખેંચવાનો ર્નિણય કર્યાે હતો. ભારત પણ આ પોર્ટના બાંધકામ સાથે સંકળાયેલું છે. યુએસનો ર્નિણય ભારત માટે રણનીતિ આને આર્થિક દૃષ્ટિએ મોટા ફટકા સમાન છે કારણ કે, ચાબહાર બંદર એક પોર્ટ જ નહીં પરંતુ ભારત માટે વ્યૂહાત્મક કોરિડોર પણ છે. ટ્રમ્પ સરકારનો આ ર્નિણય ભારતની વિદેશ નીતિ અને વેપારની યોજનાઓ ઉપર પ્રતિકૂળ અસર પાડી શકે છે. યુએસના ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે એક નિવેદનમાં જણાવ્યું કે, ઈરાનને અલગ પાડવાની ટ્રમ્પ તંત્રની દબાણની રાજકીય નીતિ અંતર્ગત ઈરાનને ૨૦૧૮માં ઈરાન ફ્રીડમ એન્ડ કાઉન્ટર પ્રોલિફેરેશન એક્ટ (આઇએફસીએ) હેઠળ અફઘાનિસ્તાન પુનનિર્માણ સહાય અને આર્થિક વિકાસ માટે અપાયેલી પ્રતિબંધની છૂટ પરત ખેંચવામાં આવે છે. ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૫ અર્થાત આગામી દસ દિવસમાં આ પ્રતિબંધ છૂટ પરત ખેંચવાનો અમલ કરાશે. આનો અમલ થતાં, ચાબહાર બંદરનું સંચાલન કરનાર અથવા આઇએફસીએમાં જણાવ્યા મુજબની પ્રવૃતિ કરનાર વ્યક્તિ પર કાયદા મુજબ પ્રતિબંધ લાગુ થશે. અમેરિકાએ ભારત પર પહેલા બમણો ટેરિફ લાગુ કર્યાે હતો અને હવે તેમાં નરમ વલણ અપનાવવા સહમત થયું છે ત્યારે જ બીજીતરફ ચાબહાર પોર્ટના ર્નિણયથી ભારતની મુશ્કેલીમાં અમેરિકાએ વધારો કર્યાે છે. આ પોર્ટ ભારત, ઈરાન અને અફઘાનિસ્તાનના ત્રિપક્ષીય સમજૂતિનો હિસ્સો છે. આ પોર્ટ દ્વારા ભારત અફઘાનિસ્તાન અને મધ્ય-પૂર્વના દેશો સાથે વેપાર કરે છે. ભારતે ૨૦૨૪માં પોર્ટ સંચાલન માટે ૧૦ વર્ષનો કરાર કર્યાે હતો.હવે ભારત આ પોર્ટને આંતરરાષ્ટ્રીય નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોરનો હિસ્સો બનાવી રહ્યું છે. આ પ્રોજેક્ટ રશિયા, યુરોપ અને મધ્ય પૂર્વને જાેડશે. ચાબહાર પોર્ટ ભારત માટે ઈરાનનું સૌથી નજીકનું હોવાની સાથે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ મનાય છે. આ પોર્ટ પાકિસ્તાનના ગ્વાદર પોર્ટની નજીક હોવાથી અમેરિકાએ પ્રતિબંધની છૂટ રદ કરી હોવાની શક્યતા નકારી શકાય નહીં.યુએસએ જણાવ્યું કે, ઈરાનની સરકાર અને તેના લશ્કર ઈસ્લામિક રીવોલ્યુશનરી ગાર્ડ તથા રક્ષા મંત્રાલય અને આર્મ્ડ ફોર્સિસ લોજિસ્ટિક્સને મળતી ગેરકાયદે નાણાકીય મદદને રોકવા માટે લેવાયું છે.
