
૨૫ સપ્ટેમ્બરની આસપાસ પૂર્વ-મધ્ય અને ઉત્તરી બંગાળની ખાડીમાં વધુ એક નવું ઓછું દબાણનું ક્ષેત્ર બનવાની સંભાવના. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં મંગળવારે આખી રાત થયેલા મૂશળધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે, તેમજ વીજળીનો કરંટ લાગવાથી અત્યાર સુધીમાં કુલ ૫ લોકોના મોત થયા છે. છેલ્લા ૬ કલાકમાં શહેરમાં ૨૫૦ મિલીમીટરથી વધુ વરસાદ પડ્યો, જેના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું છે. કોલકાતા અને તેની આસપાસના વિસ્તારોમાં રાતભરના સતત વરસાદને કારણે રેલ, મેટ્રો અને હવાઈ સેવાઓ ખોરવાઈ ગઈ છે. સિયાલદહ સ્ટેશન પાસે રેલવે લાઇન પર પાણી ભરાઈ જતાં સવારથી જ ટ્રેન સેવાઓ અટકી પડી છે. આ જળભરાવને કારણે ચક્રરેલની અપ અને ડાઉન લાઇન સેવાઓ હાલમાં બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, સિયાલદહની દક્ષિણ શાખા પર પણ ટ્રેન સેવાઓ ઠપ થઈ ગઈ છે અને હાવડા ડિવિઝનના મુસાફરોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોલકાતામાં રાત્રિ દરમિયાન પડેલા સતત વરસાદને કારણે રેલ, મેટ્રો અને હવાઈ સેવાઓ પ્રભાવિત થઈ છે. સિયાલદહ સ્ટેશન પાસે રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે સવારથી ટ્રેન સેવાઓ ખોરવાઈ છે. જેના પરિણામે, ચક્રરેલની અપ અને ડાઉન લાઈન સેવાઓ, તેમજ સિયાલદહની દક્ષિણ શાખા પરની ટ્રેન સેવાઓ હાલમાં બંધ છે. આ જ રીતે, હાવડા ડિવિઝનના મુસાફરો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગની આગાહીથી કોલકાતાના લોકોની મુશ્કેલી વધી છે, કારણ કે શહેરમાં હજુ વધુ વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લૉ-પ્રેશર એરિયાને કારણે દક્ષિણ બંગાળના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થવાનો અંદાજ છે. કોલકાતા મ્યુનિસિપલ કોર્પાેરેશનના જણાવ્યા અનુસાર, દક્ષિણ અને પૂર્વ ભાગોમાં વરસાદની તીવ્રતા વધુ હતી, જ્યાં ગરિયા કામદારીમાં ૩૩૨ મિલીમીટર અને જાેધપુર પાર્કમાં ૨૮૫ મિલીમીટર જેટલો ભારે વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, કાલીઘાટમાં ૨૮૦ મિલીમીટર અને તોપસિયામાં ૨૭૫ મિલીમીટર જેવો ભારે વરસાદ થયો. ૈંસ્ડ્ઢના મતે, બંગાળની ખાડીના ઉત્તર-પૂર્વમાં એક ઓછું દબાણનું ક્ષેત્ર બન્યું છે, જે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. આને કારણે, દક્ષિણ બંગાળના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ અને ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે બુધવાર સુધીમાં પૂર્વ અને પશ્ચિમ મેદિનીપુર, દક્ષિણ ૨૪ પરગણા, ઝારગ્રામ અને બાંકુરા જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવના છે. વધુમાં, ૨૫ સપ્ટેમ્બરની આસપાસ પૂર્વ-મધ્ય અને ઉત્તરી બંગાળની ખાડીમાં વધુ એક નવું ઓછું દબાણનું ક્ષેત્ર બનવાની સંભાવના છે.
