
ફરિયાદોને ધ્યાનમાં રાખીને સરકારે લાલ આંખ કરી.બેજવાબદાર સરકારી અધિકારીઓ સામે ભૂપેન્દ્ર પટેલ સરકાર કડક વલણ અપનાવી.મહેસૂલ વિભાગના વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓએ ચૂંટાયેલા નેતાઓ અને જનતાના ફોન ફરજિયાતપણે ઉપાડવા પડશે.રાજ્યમાં બેજવાબદાર સરકારી અધિકારીઓ સામે ભૂપેન્દ્ર પટેલ સરકાર કડક વલણ અપનાવી રહી છે. ખાસ કરીને મહેસૂલ વિભાગના અધિકારીઓ દ્વારા ચૂંટાયેલા નેતાઓ, ધારાસભ્યો, સાંસદો, જિલ્લા પંચાયત પ્રમુખો અને સામાન્ય જનતાના ફોન ન ઉપાડવાની વધતી જતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને સરકારે લાલ આંખ કરી છે. રાજ્ય સરકારે આ અંગે એક પરિપત્ર બહાર પાડીને મહેસૂલ વિભાગના વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓ માટે કડક ગાઇડલાઇન જાહેર કરી છે.
પરિપત્ર મુજબ મહેસૂલ વિભાગના વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓએ ચૂંટાયેલા નેતાઓ અને જનતાના ફોન ફરજિયાતપણે ઉપાડવા પડશે. જાે કોઈ કારણસર ફોન ન ઉપાડી શકાય તો બાદમાં કોલબેક કરવો પણ ફરજિયાત છે. આ ઉપરાંત, ફોન પર વાતચીત કરતી વખતે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નિર્ધારિત કરાયેલી ગાઇડલાઇનનું પણ પાલન કરવું પડશે.
છેલ્લા કેટલાક સમયથી સરકારને સતત એવી ફરિયાદો મળી રહી હતી કે મહેસૂલ વિભાગના અધિકારીઓ લોકો અને તેમના પ્રતિનિધિઓના ફોન કોલને અવગણી રહ્યા છે, જેના કારણે સરકારી કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. આ ગંભીર બાબતની નોંધ લઈને સરકારે આ પરિપત્ર જાહેર કર્યો છે. આ ર્નિણયથી સરકારી કામગીરીમાં પારદર્શિતા અને જવાબદેહિતા વધશે તેવી અપેક્ષા છે.
