
વાહનની પાછળ હુડાનો વિરોધ કરતા બેનર લગાવ્યા.સાબરકાંઠાના હિંમતનગરમાં હૂડાનો ઉગ્ર વિરોધ શરુ થયો,હિંમતનગરના ૧૧ ગામોની ખેતીલાયક જમીન હૂડામાં જતી રહેશે અને તેથી ખેડૂતોએ તંત્રના સૂચિત વિકાસ નકશાનો વિરોધ કરી રહ્યા છે.હિંમતનગરમાં હૂડાનો વિરોધ ઉગ્ર બન્યો છે. ખેડૂતોએ ફોર વ્હીલર કાર પાછળ બેનર લગાવ્યા છે. હિંમતનગરમાં દિન પ્રતિદિન હૂડાના કાયદાનો વિરોધ થઇ રહ્યો છે. ૧૧ ગામ પંચાયતો સહિત ખેડૂતો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. તાજેતરમાં ખેડૂતોએ એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે આ મામલે વિશાળ જાહેર સભા પણ યોજી હતી.હૂડા રદ કરવા દસ વર્ષ અગાઉ પણ હિંમતનગરના ગામોના ખેડૂતોએ આંદોલન કર્યું હતું અને હવે ફરી હૂડા અમલમાં આવતા ખેડૂતો સહીત પંચાયતો વિરોધ કરી રહી છે. ખેડૂતોને ડર છે કે હિંમતનગરના ૧૧ ગામોની ખેતીલાયક જમીન હૂડામાં જતી રહેશે અને તેથી ખેડૂતોએ તંત્રના સૂચિત વિકાસ નકશાનો વિરોધ કરી રહ્યા છે.ખેડૂતોની ફરિયાદ એ છે કે સૂચિત વિકાસ નકશામાં તેમની જમીન કપાતમાં જતી રહેશે તો તેમના બાદ શું મળશે. તે બાબતે કોઇ જાણકારી અપાઇ નથી. ફાઇનલ પ્લોટ વિશે પણ કોઇ જાણકારી અપાઇ નથી. ખેડૂતો માની રહ્યા છે કે હૂડાના કારણે સાડા સાત હજાર એકર જેટલી જમીનની હૂડામાં કપાત થઇ જશે અને હિંમનગરની આસપાસના ૧૧ ગામોની અંદાજે ૧૯ હજાર એકર જમીનને તેની અસર થશે. તથા ૯ હજારથી વધુ સર્વે નંબરની જમીનને તેની અસર થશે. આ કાયદાના કારણે ૩૫ હજારથી વધૂ ખેડૂતોને અસર થઇ શકે છે. જેથી તાજેતરમાં હિંમતનગર માર્કેટયાર્ડમાં મળેલી સભામાં હૂડાને હટાવવા માટે ર્નિણય કરાયો હતો.
