
સ્મૃતિએ શાહરૂખ ખાનને મળેલી મુલાકાતને પણ યાદ કરી.સલમાન ખાનને સલીમ ખાને સ્મૃતિ ઈરાની સામે કેમ ધમકાવી નાખ્યો હતો.‘કયુંકી સાસ ભી કભી બહુ’થી ૨ આજકાલ ટ્રેન્ડિંગ છે, સ્મૃતિ ૧૭ વર્ષ પછી તેમાં ફરી તુલસી વિરાણીના પાત્રમાં જાેવા મળી રહી છ.‘ક્યોંકિ સાસ ભી કભી બહુ’થી ટીવી સિરિયલથી ‘તુલસી’ તરીકે ઘેરઘેર જાણીતી બની ગયેલી સ્મૃતિ ઈરાની ફાયરબ્રાન્ડ રાજનેતા તરીકે પણ પણ એટલા જ જાણીતા છે. વર્ષાે પછી ફરીથી ‘ક્યોંકિ’ની બીજી સિઝન સાથે તેમણે ટીવી પર વાપસી કરી છે. ભૂતપૂર્વ શિક્ષણ મંત્રીએ તાજેતરમાં સલમાન ખાનને પહેલી વાર મળવાનો એક રસપ્રદ કિસ્સો શેર કર્યાે હતો.સેન્ટ ઝેવિયર્સમાં સલમાન અને મારા પતિ ક્લાસમેટ હતા. જ્યારે ઝુબિન (સ્મૃતિના પતિ) મને સલમાન સાથે પરિચય કરાવવા લઈ ગયો ત્યારે સલીમ ખાન ત્યાં હતા. તેમણે મને કહ્યું, ‘તુમકો માલુમ હૈ તુમ્હારે મિંયા સાહબ મેરે બેટે કે સાથ ક્યા કરતે? બંને મારી ગાડી ચોરીને ભાગી જતા હતા. નિકમ્મે હૈ દોનો! હું ત્યાં ચૂપચાપ ઊભી હતી અને સલમાન અને મારા પતિ બંને નીચે જાેઈ રહ્યા હતા. મેશેબલ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ પર સ્મૃતિએ આ ઘટના શેર કરી હતી.તેણે શાહરૂખ ખાનને મળેલી મુલાકાતને પણ યાદ કરી, તેના પતિનો આભાર માનતા કહ્યું, “હું મારા પતિના કારણે શાહરૂખને મળી હતી. તે તેને ઓળખતો હતો, તેથી હું શાહરૂખને ઇન્ટરવ્યૂ માટે પૂછવા માટે ઘણી વાર તેને હેરાન કરતી હતી. શાહરૂખ ખાને મને પહેલા કહ્યું હતું કે ‘સાંભળ, લગ્ન નહીં કરતી. મેં બતા રહા હૂં તુઝે મત કરના શાદી.’ મેં વિચાર્યું, ‘ભાઈ, બહુ મોડું થઈ ગયું.’ ‘કયુંકી સાસ ભી કભી બહુ’થી ૨ આજકાલ ટ્રેન્ડિંગ છે. સ્મૃતિ ૧૭ વર્ષ પછી તેમાં ફરી તુલસી વિરાણીના પાત્રમાં જાેવા મળી રહી છે.
