
સરકાર આંગણવાડી કાર્યકરો અને સહાયકોને ૨,૦૦૦-૨,૦૦૦ આપશે,સરકારના આ ર્નિણયથી રાજ્યભરમાં હજારો આંગણવાડી કાર્યકરો અને સહાયકોના ચહેરા પર સ્મિત આવશે.દિવાળી પહેલા મહારાષ્ટ્ર સરકાર આંગણવાડી કાર્યકરો અને સહાયકોને એક મોટી ભેટ આપી રહી છે. સરકાર આંગણવાડી કાર્યકરો અને સહાયકોને ૨,૦૦૦-૨,૦૦૦ રૂપિયા આપશે. આ રકમ ટૂંક સમયમાં સીધી તેમના ખાતામાં જમા કરવામાં આવશે. સરકાર આ દિવાળી ભેટ પર કુલ ૪૦.૬૧ કરોડ રૂપિયા ખર્ચ કરશે.
મહારાષ્ટ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ તટકરેએ જાહેરાત કરી કે, આ દિવાળી પર રાજ્ય સરકાર સંકલિત બાળ વિકાસ સેવાઓ (ૈંઝ્રડ્ઢજી) યોજના હેઠળ કામ કરતી આંગણવાડી કાર્યકરો અને સહાયકોને બે હજાર રૂપિયાની ભેટ આપશે. તટકરેએ જણાવ્યું કે, આ પહેલ માટે ૪૦.૬૧ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે, અને આ અંગે ગુરુવારે એક સરકારી આદેશ જાહેર કરવામાં આવ્યો છે.મંત્રીએ કહ્યું કે, “આંગણવાડી કાર્યકરો અને સહાયકો બાળકોની સંભાળ, પોષણ અને તેમના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમની નિષ્ઠાને માન્યતા આપતા અને આ તહેવારોની સિઝન દરમિયાન તેમની ખુશી બમણી કરવા માટે રાજ્ય સરકારે આ ભાઈબીજની ભેટ આપવાનું નક્કી કર્યું છે.” તેમણે જણાવ્યું કે, આ રકમ ટૂંક જ સમયમાં ૈંઝ્રડ્ઢજી કમિશનર દ્વારા લાભાર્થીઓને વિતરિત કરવામાં આવશે.
મંત્રીએ કહ્યું કે, આ ર્નિણયથી રાજ્યભરના હજારો આંગણવાડી કાર્યકરો અને સહાયકોના ચહેરા પર સ્મિત આવશે અને તેમની દિવાળી વધુ આનંદદાયક બનશે.
