
ભાવનગરમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શૉ, જનતાએ કર્યુ જાેરદાર સ્વાગત.રોડ શો એરપોર્ટથી શરૂ થયો હતો, જે લગભગ એક કિલોમીટરનું અંતર કાપતો હતો અને ગાંધી મેદાનમાં સમાપ્ત થયો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પોતાના ગૃહ રાજ્ય ગુજરાતમાં પહોંચ્યા હતા અને ભાવનગરમાં એક વિશાળ રૉડ શૉનું આયોજન કર્યું હતું. આ રોડ શો એરપોર્ટથી ગાંધી મેદાન સુધી લગભગ એક કિલોમીટર લાંબો રહ્યો હતો, જ્યાં તેમણે એક જાહેર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. બંને બાજુ હજારો લોકો લાઇનમાં ઉભા રહીને તેમનું ભવ્ય સ્વાગત કર્યુ હતુ. આ દરમિયાન જનતાએ તેમને વધાવી લીધાસ ફૂલો અને તાળીઓથી પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ગુજરાતના ભાવનગરમાં રોડ શો યોજ્યો હતો. આ રોડ શો એરપોર્ટથી શરૂ થયો હતો, જે લગભગ એક કિલોમીટરનું અંતર કાપતો હતો અને ગાંધી મેદાનમાં સમાપ્ત થયો હતો, જ્યાં તેમણે એક જાહેર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. માર્ગ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, ફૂલો અર્પણ કરતા હતા અને મોદીને હાથ લહેરાવતા હતા.
માર્ગ પર સ્ટેજ ગોઠવવામાં આવ્યા હતા, જ્યાં નૃત્ય કલાકારોએ પ્રદર્શન કર્યું હતું. ઓપરેશન સિંદૂરની જીતની ઉજવણી કરતા બેનરો અને ય્જી્ સુધારા માટે તેમનો આભાર માનતા પોસ્ટરો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું, “પીએમ મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. આ પ્રસંગે, હું તમારા બધા સાથે આ ગીત શેર કરી રહ્યો છું, જે દેશના સામાન્ય લોકોની તેમના પ્રત્યેની લાગણીઓને વ્યક્ત કરે છે. તેમણે દરેક નાગરિકની ચિંતાઓનું ધ્યાન રાખીને તેમના હૃદયમાં સ્થાન મેળવ્યું છે. રાષ્ટ્રીય હિતને પ્રથમ રાખીને, તેમણે વિશ્વમાં ભારતનો ધ્વજ ઊંચો કર્યો છે. આ ગીત તે લાગણીઓને પ્રતિબિંબિત કરે છે, તે ગૌરવનું પ્રતિબિંબ.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાવનગર ખાતે આગમન થતાં યુવાનોમાં ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતો. ભાવનગરની વિવિધ કોલેજાે અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વડાપ્રધાનને આવકારવા માટે અનોખો ઉત્સાહ દર્શાવ્યો હતો. ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, એસ.એસ. કોલેજ, મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી અને સર બીપીટીઆઈ કોલેજના દ્ગજીજી (નેશનલ સર્વિસ સ્કીમ)ના સ્વયંસેવકો માય ભારતના લોગોવાળા ટી-શર્ટ અને કેપ પહેરીને સભા સ્થળે પહોંચ્યા હતા. આ વિદ્યાર્થીઓએ વડાપ્રધાનને સત્કારવા માટે અનેરી આતુરતા બતાવી હતી.
આ પ્રસંગે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની વિદ્યાર્થીની પૂજાબા ગોહિલે જણાવ્યું કે, અમારા વડાપ્રધાનને આવકારવા માટે અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. તેમણે શરૂ કરેલા સ્વચ્છ ભારત અભિયાન અને નશા મુક્ત ભારત જેવા અભિયાનોએ સમાજ અને રાષ્ટ્રમાં સકારાત્મક પરિવર્તન લાવ્યું છે.
અન્ય એક વિદ્યાર્થી યુગ કોટડીયાએ પણ વડાપ્રધાનને રૂબરૂ જાેવા અને સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાનના સંબોધનથી નવી પ્રેરણા પ્રાપ્ત કરવાનો તેમનો ઉત્સાહ છે. આ યુવાનોનો ઉત્સાહ દર્શાવે છે કે વડાપ્રધાનના આગમનને લઈને ભાવનગરના યુવાવર્ગમાં કેવો અનેરો માહોલ છવાયો છે.
