
૭૯ વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ.ઓસ્કાર વિજેતા હોલિવૂડ અભિનેત્રી ડાએન કીટનનું નિધન.અભિનેત્રી ડાએન કીટને વર્ષ ૧૯૭૦ના દાયકામાં દિગ્દર્શક વુડી એલનની ઘણી નોંધપાત્ર ફિલ્મોમાં કામ કર્યું.ઓસ્કાર વિજેતા અને હોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી ડાએન કીટનનું ૭૯ વર્ષની વયે નિધન થયું છે. અહેવાલો અનુસાર, તેમણે કેલિફોર્નિયામાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પરિવારે આ દુ:ખના સમયમાં ગોપનીયતા જાળવવાની વિનંતી કરી છે અને નિધનના કારણ વિશે વધુ કોઈ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.ડાએન કીટનને બાળપણથી જ થિયેટર અને ગાયન પ્રત્યે આકર્ષણ હતુંહોલિવૂડના ઇતિહાસમાં એક પ્રતિષ્ઠિત નામ, ડાએન કીટનનો જન્મ જાન્યુઆરી ૧૯૪૬માં લોસ એન્જલસમાં થયો હતો. તેમનું સાચું નામ ડાએન હોલ હતું. જાે કે, તેમનો પરિવાર ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલો નહોતો, તેમ છતાં ડાએન કીટનને બાળપણથી જ થિયેટર અને ગાયન પ્રત્યે વિશેષ આકર્ષણ હતું. તેમણે ન્યૂ યોર્કમાં સેનફોર્ડ મેઈસનર પાસેથી અભિનયની તાલીમ લીધી, જેમણે તેમને માનવ વર્તનની જટિલતાઓને પડદા પર ઉતારવાની કળા શીખવી.ડાએન કીટને વર્ષ ૧૯૬૮માં બ્રોડવે પરના નાટકો “હેર” અને “પ્લે ઈટ અગેઈન, સેમ“માં અભિનય કરીને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, જેના માટે તેમને ટોની એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. તેમનો ફિલ્મી પ્રવેશ ૧૯૭૦માં “લવર્સ એન્ડ અધર સ્ટ્રેન્જર્સ”થી થયો, પરંતુ તેમને મુખ્ય સફળતા ળાન્સિસ ફોર્ડ કોપોલાની માસ્ટરપીસ ફિલ્મ “ધ ગોડફાધર” (૧૯૭૨)માં મળી, જે અત્યાર સુધીની સૌથી પ્રિય ફિલ્મોમાંની એક માનવામાં આવે છે.હોલિવૂડની અભિનેત્રી ડાએન કીટને વર્ષ ૧૯૭૦ના દાયકામાં દિગ્દર્શક વુડી એલનની ઘણી નોંધપાત્ર ફિલ્મોમાં કામ કર્યું, જેમાં “સ્લીપર”, “લવ એન્ડ ડેથ”, “ઇન્ટિરિયર્સ”, “મેનહટન”, “મેનહટન મર્ડર મિસ્ટ્રી” અને “પ્લે ઈટ અગેઇન, સેમ“ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. જાેકે, તેમની કારકિર્દીની સૌથી યાદગાર અને સીમાચિહ્નરૂપ ભૂમિકા વુડી એલનની જ ફિલ્મ “એની હોલ” (૧૯૭૭) માં હતી. આ ભૂમિકા માટે ડાએન કીટનને ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો.ડાએન કીટને તેમની કારકિર્દી દરમિયાન કુલ ચાર ઓસ્કાર નોમિનેશન મેળવ્યા હતા, જેમાં “એની હોલ” માટેનો તેમનો પહેલો અને એકમાત્ર એવોર્ડ હતો.
