
૬૮ વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ.મહાભારતના “કર્ણ” પંકજ ધીરે દુનિયાને કહ્યું અલવિદા.પંકજને કેન્સર હતું, અભિનેતાની હાલત ખૂબ જ નાજુક હતી : આ રોગને કારણે તેમની મોટી સર્જરી થઈ હતી.ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. બીઆર ચોપરાની મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવનાર અભિનેતા પંકજ ધીરનું નિધન થયું છે. તેમના નજીકના મિત્રએ અભિનેતાના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પંકજને કેન્સર હતું, અભિનેતાની હાલત ખૂબ જ નાજુક હતી. આ રોગને કારણે તેમની મોટી સર્જરી પણ થઈ હતી, પરંતુ પંકજને બચાવી શકાયા નહીં. સોશિયલ મીડિયા પર પંકજના મૃત્યુના સમાચારથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોક છવાઈ ગયો છે. ચાહકો પણ દુ:ખી છે. ચાહકો અને સેલિબ્રિટીઓ પંકજને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. પંકજે ટીવી અને ફિલ્મ ઉદ્યોગમાં અનેક પ્રોજેક્ટ્સમાં કામ કર્યું હતું. પરંતુ ૧૯૮૮માં રિલીઝ થયેલી બીઆર ચોપરાની મહાભારતથી તેમને ખ્યાતિ મળી. આ શોમાં તેમણે કર્ણની ભૂમિકા ભજવી હતી. તેમણે આ પાત્રને જે ગંભીરતાથી ભજવ્યું હતું તેનું ઉદાહરણ હજુ પણ આપવામાં આવે છે.
પંકજે ટીવી શો ઉપરાંત ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તે ચંદ્રકાંતા અને ધ ગ્રેટ મરાઠા સહિત અનેક પૌરાણિક શોનો ભાગ હતો. તેમણે સોલ્જર, બાદશાહ અને સડક જેવી હિન્દી ફિલ્મોમાં પણ ઉત્તમ કામ કર્યું હતું.
પંકજ ધીરના અંગત જીવનની વાત કરીએ તો, તે તેની પત્ની અનિતા ધીર અને પુત્ર નિકિતિન ધીર છે. તેમનો પુત્ર નિકિતિન ધીર શોબિઝમાં એક્ટિવ છે. ચાહકો નિકિતિનને ફિલ્મ ચેન્નાઈ એક્સપ્રેસમાં થંગાબલી તરીકેની ભૂમિકા માટે જાણે છે. તેમના પિતાની જેમ નિકિતિન પણ અનેક પૌરાણિક શોમાં દેખાયા છે. તેમણે શ્રીમદ રામાયણમાં રાવણ તરીકેની ભૂમિકા માટે પ્રશંસા મેળવી હતી. તેમની પત્ની કૃતિકા સેંગર પણ એક અભિનેત્રી છે અને ઘણા ટીવી શોમાં જાેવા મળી છે. લગ્ન પછી તે ભાગ્યે જ પડદા પર જાેવા મળે છે.
