
ઇકબાલ ખાન અક્ષય કુમારના ‘વ્હીલ ઓફ ફૉર્ચ્યુન’ માં આવ્યો ઇકબાલ ખાન ફરી એક વખત નવા શો ‘યાદેં’માં જાેવા મળશે
ઇકબાલે અક્ષય કુમાર સાથેની મજેદાર વાતચીતમાં પોતાના નવા શો યાદેં વિશે ઝલક પણ આપી હતી.
ઇકબાલ ખાન ટીવીનો એક જુનો અને જાણીતો ચહેરો છે, તે ફરી એક વખત સોની સબના નવા શો યાદેંમાં જાેવા મળશે. તેના પ્રમોશન માટે તે અક્ષ કુમારના ગેમ શો વ્હીલ ઓફ ફૉર્ચ્યુનમાં આવ્યો હતો. તેની સાથે તેના મિત્રો અને લોકપ્રિય કલાકારો મનીષ પૉલ અને કરણ વાહી પણ જાેડાયા હતા. ઇકબાલે અક્ષય કુમાર સાથેની મજેદાર વાતચીતમાં પોતાના નવા શો યાદેં વિશે ઝલક પણ આપી હતી. મનીષ અને કરણ સાથેની રમૂજી ક્ષણો અને શોના મજેદાર સેગમેન્ટ્સમાં ભાગ લેતા ઈકબાલ એકદમ કૅન્ડિડ અને જીવંત અંદાજમાં જાેવા મળ્યો હતો. આ દરમિયાન તેણે પોતાના પાત્ર ડૉ. દેવ વિશે વાત કરી હતી. ઇકબાલ ખાને પોતાનો અનુભવ શેર કરતાં કહ્યું, “અક્ષય સર સાથે શોમાં હાજર રહેવું એકદમ આનંદદાયક રહ્યું. સેટ પરની એનર્જી અદ્ભુત હતી અને મનીષ અને કરણ સાથે શૂટિંગ કરવું તો વધુ ખાસ બની ગયું. યાદેંને આવા મોટા પ્લેટફોર્મ પર પ્રમોટ કરવું મારા માટે ખૂબ જ મહત્વનું છે.” સોમવારે, ૧૩ માર્ચ ૨૦૨૬ના રોજ રાત્રે ૯ વાગ્યાથી આ શો સોની પર શરૂ થશે.




