
એરપોર્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી એરપોર્ટના કાર્ગો ટર્મિનલ પરથી કર્મચારીએ ૧૬.૫૮ લાખની ચાંદીની પાટ ચોરી આ બાબતે તપાસનો હુકમ મળતા એરપોર્ટમાં કામ કરતી કંપની સાથે મળીને ટીમ દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી ચાંદીના ભાવ સતત ઊંચે જઇ રહ્યા છે તેથી સોની બજારોમાં ચોરી અને છેતરપિંડીના કિસ્સા વધી રહ્યા છે. આવો જ એક કિસ્સો એરપોર્ટ કાર્ગાે ટર્મિનલમાં નોંધાયો છે. અહીંથી ચાંદીની પાટ ચોરી થયાની ફરિયાદ નોંધાઇ છે. ચાંદીની ૨૫ પાટનું એક પાર્સલ દિલ્હી મોકલવામાં આવ્યુ હતું. જાેકે, ત્યાં તપાસ દરમિયાન એક પાટ ગાયબ હતી. તેથી આ બાબતે તપાસ કરાતા સીસીટીવીમાં એક શખ્સે ચોરી કરી હોવાનો ખુલાસો થયો હતો. એરપોર્ટ પોલીસે તપાસ હાથ ધરતા એક કર્મચારીએ જ પાટ ચોરી હોવાનું જણાયું છે. એરપોર્ટ પર એર ઇન્ડિયામાં સિનિયર એસોસિયેટ કાર્ગાે ઓપરેશનમાં નોકરી કરતા જ્હોન મુરીંગાતેરીએ કૌશિક રાવલ નામના શખ્સ સામે એરપોર્ટ પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગઇ તા.૧૧મીએ જ્હોન મુરીંગાતેરી ફરજ પર હતા ત્યારે દિલ્હી એરપોર્ટ, એર ઇન્ડિયા તરફથી એક ઇ મેલ આવ્યો હતો. જેમાં અમદાવાદ દિલ્હીની ફ્લાઇટમાં અમદાવાદ એરપોર્ટથી મોકલવામાં આવેલી ૨૫ નંગ ચાંદીની પાટ ભરેલા પાર્સલમાંથી માત્ર ૨૪ નંગ ચાંદીની પાટ જ મળી હતી. જ્યારે એક ચાંદીની પાટ ગાયબ હતી. આ બાબતે તપાસનો હુકમ મળતા ત્યાં કામ કરતી કંપની સાથે મળીને ટીમ દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અમદાવાદ અને દિલ્હીથી કોઇ નક્કર પરિણામ મળી આવ્યુ નહોતુ. બાદ એરપોર્ટના સીસીટીવી તપાસ કરતા કાર્ગાેમાં સામાન લોડ કરતી વખતે ૨૪ નંગ સિલ્વર બાર જ લોડ થયુ હોવાનું જણાયું હતું. આમ, ૧૬.૫૮ લાખની ૧૦ કિલોની ચાંદીની પાટ ચોરી થયાનું ખૂલ્યું હતું. ડોમેસ્ટિક એરપોર્ટ પર કાર્ગાે ટર્મિનલ ખાતેના બિલ્ટઅપ એરિયા ખાતે નોકરી કરતા કૌશિક રાવલે ચોરી કરી હોવાનો ખુલાસો થતાં મામલો પોલીસમથકે પહોંચ્યો હતો. એરપોર્ટ પોલીસે કૌશિક રાવલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
