
એઆઈ દ્વારા બનાવ્યો હતો ઉજ્જૈનમાં મહાકાલના મંદિરમાં ડોરેમોનને દર્શન કરતો બતાવાતા વિવાદ થયા મહાકાલ મંદિરની છબી ખરાબ કરવા માટે ભ્રામક માહિત ફેલાવાઈ હોવાનો આરોપ પણ લાગ્યો છે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરને લઈને ઈન્સ્ટાગ્રામ યુઝરે એઆઈની મદદથી વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં કાર્ટૂન કેરેક્ટર ડોરેમોન દર્શન કરતો હોય અને પછી પૂજારી સાથે ડાન્સ કરતો હોય એવું દર્શાવાતા વિવાદ થયો છે. મહાકાલ મંદિરનો એઆઈ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઈન્સ્ટાગ્રામ યુઝરે વીડિયો બનાવ્યો હતો. એમાં દેખાય છે એ પ્રમાણે કાર્ટૂન કેરેક્ટર ડોરેમોન મંદિરના ગર્ભગૃહમાં દર્શન કરવા જાય છે. ત્યાં એક સુરક્ષા ગાર્ડ તેને અટકાવે છે અને ગર્ભગૃહમાં દર્શન કરવા માટે વીઆઈપી પાસ જરૂરી છે એવું કહે છે. વાંધાજનક રીતે સુરક્ષા ગાર્ડને વીડિયોમાં ગર્ભગૃહમાં પણ જૂતાં પહેરેલો બતાવાયો છે. વીડિયોમાં આગળનો ઘટનાક્રમ એવો બતાવ્યો છે કે બહાર ૨૫૦ રૂપિયામાં વીઆઈપી પાસ વેચાય છે. ડોરેમોન ત્યાં જઈને વીઆઈપી દર્શનના પાસ ખરીદે છે અને પછી ગર્ભગૃહમાં જઈને દર્શન કરે છે. એટલું જ નહીં, પછી પૂજારી સાથે ડાન્સ પણ કરે છે. વીડિયો વાયરલ થયો પછી મહાકાલ મંદિર પ્રબંધ સમિતિ એક્શનમાં આવી હતી. સમિતિએ પોલીસને પત્ર લખીને એક્શન લેવાની ભલામણ કરી હતી અને આ વીડિયોને મંદિરની આસ્થા અને ધર્મનું અપમાન ગણાવ્યું હતું. મહાકાલ મંદિરની છબી ખરાબ કરવા માટે ભ્રામક માહિત ફેલાવાઈ હોવાનો આરોપ પણ લાગ્યો છે. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. સોશિયલ મીડિયામાં પણ આ વીડિયોની ભારે ટીકા થઈ રહી છે.
