
સોના-ચાંદીના વાયદામાં આગઝરતી તેજી
સોનાના વાયદામાં રૂ.9,359 અને ચાંદીના વાયદામાં રૂ.21,339નો સાપ્તાહિક ધોરણે ઉછાળોઃ ક્રૂડ તેલમાં રૂ.1નો મામૂલી સુધારો
સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.564661.76 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.2795259.09 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.490571.03 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 30855 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 10થી 16 ઓક્ટોબરના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.3359959.51 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.564661.76 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.2795259.09 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 30855 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.41185.82 કરોડનું થયું હતું.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.490571.03 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.121001ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.130005ના ઓલ ટાઇમ હાઇ અને નીચામાં રૂ.120023ના સ્તરને સ્પર્શી, રૂ.120493ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.9359ના ઉછાળા સાથે રૂ.129852ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-ગિની ઓક્ટોબર વાયદો સપ્તાહના અંતે 8 ગ્રામદીઠ રૂ.7135 ઊછળી રૂ.104376 થયો હતો. ગોલ્ડ-પેટલ ઓક્ટોબર વાયદો 1 ગ્રામદીઠ રૂ.919ની તેજી સાથે સપ્તાહના અંતે રૂ.13044 થયો હતો. સોનું-મિની નવેમ્બર વાયદો સપ્તાહના અંતે 10 ગ્રામદીઠ રૂ.8866ના ઉછાળા સાથે રૂ.128735ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.120689ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.129499 અને નીચામાં રૂ.118735ના સ્તરને સ્પર્શી, રૂ.120300ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.8974ની તેજી સાથે રૂ.129274ના ભાવે બંધ થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.148499ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.167999 અને નીચામાં રૂ.144418ના મથાળે અથડાઈ, રૂ.146324ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.21339ના જંગી ઉછાળા સાથે રૂ.167663ના સ્તરે પહોંચ્યો હતો. સપ્તાહના અંતે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.21402 ઊછળી રૂ.169337 થયો હતો. ચાંદી-માઇક્રો નવેમ્બર વાયદો રૂ.21162 ઊછળી સપ્તાહના અંતે રૂ.169339ના ભાવે બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.31420.58 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું ઓક્ટોબર વાયદો સપ્તાહના અંતે રૂ.9.4 ઘટી રૂ.993.85ના સ્તરે પહોંચ્યો હતો. જસત ઓક્ટોબર વાયદો રૂ.3.05 ઘટી સપ્તાહના અંતે રૂ.291.4ના સ્તરે પહોંચ્યો હતો. એલ્યુમિનિયમ ઓક્ટોબર વાયદો રૂ.1.35 ઘટી રૂ.263.45ના ભાવે સપ્તાહના અંતે બોલાયો હતો. સીસું ઓક્ટોબર વાયદો સપ્તાહના અંતે રૂ.5.6 ઘટી રૂ.178ના સ્તરે પહોંચ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.42632.76 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે એમડબલ્યુએચદીઠ રૂ.3171ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.3217 અને નીચામાં રૂ.2920ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ.213 ઘટી રૂ.2960ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.5299ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5446 અને નીચામાં રૂ.5038ના મથાળે અથડાઈ, રૂ.5238ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.1 સુધરી રૂ.5239 થયો હતો. ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર વાયદો સપ્તાહના અંતે રૂ.5 વધી રૂ.5248ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો એમએમબીટીયુદીઠ સપ્તાહના અંતે રૂ.30.7 ઘટી રૂ.259.9ના ભાવે બંધ થયો હતો. નેચરલ ગેસ-મિની ઓક્ટોબર વાયદો રૂ.30.6 ઘટી રૂ.260.1 સપ્તાહના અંતે થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.935ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે 30 પૈસા ઘટી રૂ.932.9ના સ્તરે પહોંચ્યો હતો. એલચી ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.2510ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.83 વધી રૂ.2609 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.225139.29 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.265431.74 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.25476.75 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.1716.84 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.243.95 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.3978.28 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.106.94 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.12554.22 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.29971.60 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.31.05 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.3.19 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં 15478 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 36679 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 9047 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 87323 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 9365 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 24014 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 36953 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 91996 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1484 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 1036 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 40053 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ઓક્ટોબર વાયદો 28540 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 30930 પોઇન્ટના સ્તર અને નીચામાં 27606 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 2266 પોઇન્ટ વધી 30855 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.
