
અમદાવાદની એક કંપનીના પ્રતિનિધિ નિતીનકુમાર ભીખાભાઈ પટેલે ધ્રોલ પોલીસને સાથે રાખીને ચેકિંગ કરાવ્યું હતું.જામનગર જિલ્લાના ધ્રોલમાં પટેલ સમાજની બાજુમાં આવેલી કામધેનુ એગ્રો સેન્ટર નામની જંતુનાશક દવા તથા બિયારણની વેચાણની દુકાનમાં ગઈકાલે અમદાવાદની એક કંપનીના પ્રતિનિધિ નિતીનકુમાર ભીખાભાઈ પટેલે ધ્રોલ પોલીસને સાથે રાખીને ચેકિંગ કરાવ્યું હતું.
જે ચેકિંગ દરમિયાન બીએએસએફ પ્રીઓક્સર નામની બિયારણની દવાની બોટલ કે જેમાં ડુપ્લીકેટ પ્રવાહી ભરીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી કંપનીના પ્રતિનિએ આ દવા ડુપ્લીકેટ હોવાનું જણાવતાં પોલીસ દ્વારા દુકાનમાંથી રૂપિયા ૭,૬૦૦ ની કિંમતની બે બોટલ કબ્જે કરી લીધી છે, અને પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપી છે. ઉપરાંત કંપનીના પ્રતિનિધની ફરિયાદના આધારે ધ્રોળના વેપારી હસમુખભાઈ મગનલાલ પનારા સામે કોપીરાઈટ એક્ટ કલમ ૬૩ તથા બી.એન.એસ. કલમ ૩૪૭-૧ મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
