
બિહાર ચૂંટણી ટાણે મહાગઠબંધનમાં તિરાડ! JMM છોડ્યો સાથ, ૬ સીટો પર એકલા લડશે ચૂંટણી બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોરચા (JMM)એ મહાગઠબંધન સાથે સંબંધ તોડી નાખ્યો છે બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોરચા (JMM)એ મહાગઠબંધન સાથે સંબંધ તોડી નાખ્યો છે. પાર્ટીના મહાસચિવ સુપ્રિયો ભટ્ટાચાર્યએ જાહેરાત કરી કે, ત્નસ્સ્ ૬ બેઠકો (૬ સીટો) પર સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે.
આમાં ચકાઈ, ધમદાહા, કટોરિયા, પિરપૈંટી, મનિહારી અને જમુઈ સીટનો સમાવેશ થાય છે. ભટ્ટાચાર્યએ કહ્યું કે, “અમે મહાગઠબંધનની સાથે ચૂંટણી નહીં લડીએ, અમે અમારી તાકાતથી ચૂંટણીના મેદાનમાં ઉતરીશું.”
આ દરમિયાન રાષ્ટ્રીય જનતા દળ (RJD), કોંગ્રેસ અને વામપંથી પાર્ટીઓના મહાગઠબંધનમાં આંતરિક વિવાદ વકર્યો છે. અત્યાર સુધીની માહિતી અનુસાર, ૭ સીટો પર મહાગઠબંધનના ઘટક દળો આમને-સામને છે. આમાં લાલગંજ, વૈશાલી, રાજાપાકર, બછવાડા, રોસરા અને બિહારશરીફ સીટો મુખ્ય છે. આ સીટો પર ઉમેદવારોના નામાંકનથી મહાગઠબંધનની એકતા પર સવાલો ઉભા થયા છે.
સિકંદરા વિધાનસભા સીટ પર પણ ઘમાસાણ મચી ગયું છે. આ સીટ કોંગ્રેસના વિનોદ ચૌધરીને ફાળવવામાં આવી હતી, પરંતુ રાષ્ટ્રીય જનતા દળ (ઇત્નડ્ઢ)ના સિમ્બોલ પર પૂર્વ સ્પીકર ઉદય નારાયણ ચૌધરીએ શનિવારે આ સીટ પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે. આથી સિકંદરા સીટ પર પણ મહાગઠબંધનના ઘટક દળો સામ-સામે આવી ગયા છે. અત્યાર સુધીમાં કુલ ૭ સીટો પર આવી સ્થિતિ બની ચૂકી છે.
રાષ્ટ્રીય સ્તરે ઈન્ડિયા બ્લોકમાં સામેલ ઝારખંડ મુક્તિ મોરચાનું બિહાર ચૂંટણીમાં મહાગઠબંધનથી અલગ થવું એ ઝારખંડ-બિહારના સરહદી વિસ્તારોમાં પાર્ટી દ્વારા પોતાની પકડ મજબૂત કરવાના પ્રયાસ તરીકે જાેવામાં આવી રહ્યું છે. મહાગઠબંધનના દળોના નેતાઓએ પરિસ્થિતિને શાંત કરવાના પ્રયાસો શરૂ કર્યા છે, પરંતુ નામાંકનની અંતિમ તારીખ નજીક આવતાં તણાવ વધી રહ્યો છે.
