
આશરે રૂ. ૪૦૦૦ કરોડના જંગી બજેટ સાથે બનેલી ‘રામાયણ’ ફિલ્મનું ટ્રેલર ઇન્ટરનેશનલ લેવલે લોન્ચ થશે નિતેશ તિવારી દ્વારા દિગ્દર્શિત ‘રામાયણ’ ફિલ્મ મહર્ષિ વાલ્મીકિના ‘રામાયણ’ પર આધારિત છે ભારતીય સિનેમાનો સૌથી મોટો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ, ‘રામાયણ’ (રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ અભિનીત), હવે વૈશ્વિક મંચ પર ધમાલ મચાવવાની તૈયારીમાં છે. આશરે રૂ. ૪૦૦૦ કરોડના જંગી બજેટ સાથે બનેલી આ ફિલ્મ માત્ર ભારતની જ નહીં પણ વિશ્વની સૌથી મોટી ફિલ્મોમાંની એક ગણાય છે. આ ફિલ્મના નિર્માતાઓએ તેના ટ્રેલરને લઈને મહત્ત્વની જાહેરાત કરી છે. ફિલ્મના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ૨૦૨૬ માં સાન ડિએગો કોમિક કોન ખાતે ‘રામાયણ’ નું ટ્રેલર રિલીઝ કરવામાં આવશે. સાન ડિએગો કોમિક કોન એ વિશ્વનો સૌથી મોટો પોપ કલ્ચર ઇવેન્ટ છે, જેનું ધ્યાન કોમિક્સ, વીડિયો ગેમ્સ, એનિમેશન અને મુખ્યત્વે સાયન્સ ફિક્શન અને ફેન્ટસી ફિલ્મો પર કેન્દ્રિત હોય છે. આ પ્લેટફોર્મ પર પ્રદર્શિત થતી ફિલ્મોને આંતરરાષ્ટ્રીય મીડિયામાં તીવ્ર કવરેજ મળે છે અને ડાય-હાર્ડ સિનેમા પ્રેમીઓ દ્વારા તેના પર નજીકથી નજર રાખવામાં આવે છે. માર્વેલ સુપરહીરો ફિલ્મોથી લઈને ટોમ ક્રૂઝના સુપર-એક્શન પ્રોજેક્ટ્સ સુધી, બધા અહીં દર્શકોને પ્રભાવિત કરવા આવે છે. ગયા વર્ષે ‘કલ્કી ૨૮૯૮ એડી’ ફિલ્મનું ટ્રેલર પણ સાન ડિએગો કોમિક કોન ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું. જેને જાેરદાર પ્રતિસાદ મળ્યો હતો.૨૦૨૬માં યોજાશે સાન ડિએગો કોમિક કોન’રામાયણ’ ફિલ્મના નિર્માતા નમિત મલ્હોત્રાની કંપનીએ ઘણી ઓસ્કાર વિજેતા હોલીવુડ ફિલ્મોના VFX પર કામ કર્યું છે. ગ્રાફિક્સના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ પ્રેમીઓ દ્વારા નમિત અને તેમની કંપની વિશ્વાસપાત્ર છે. સાન ડિએગો કોમિક કોન ખાતે ‘રામાયણ’નું ટ્રેલર લોન્ચ કરવું એ તેમની ફિલ્મ પ્રત્યેનો આત્મવિશ્વાસ દર્શાવે છે. જે તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બનાવવાની ખાતરી આપે છે.ઉલ્લેખનીય છે કે, નિતેશ તિવારી દ્વારા દિગ્દર્શિત ‘રામાયણ’ ફિલ્મ મહર્ષિ વાલ્મીકિના ‘રામાયણ’ પર આધારિત છે. આ ફિલ્મને બે ભાગમાં બનાવવામાં આવી છે. તેનો પહેલો ભાગ નવેમ્બર ૨૦૨૬માં દિવાળી પર રિલીઝ થશે. સાન ડિએગો કોમિક કોન જુલાઈ ૨૦૨૬ માં યોજાવાનું છે. જે નવેમ્બરની રિલીઝ માટે એક મજબૂત અને પ્રભાવશાળી પ્રમોશનલ ઝુંબેશની શરૂઆત ગણાશે.
