
વાયરલ વીડિયોને જાેઈ યુઝર્સ ભડક્યા સેલ્ફી લેવા આવેલા ફેન પર ગુસ્સે થયો અક્ષય કુમાર આ ઘટનાનો વિડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર લોકોની મિશ્ર પ્રતિક્રિયાઓ જાેવા મળી રહી છે ફિલ્મી સેલિબ્રીટી જ્યારે જાહેર સ્થળો પર આવે છે, ત્યારે ચાહકો તેમની એક ઝલક માટે ટોળે વળી જાય છે. પહેલાના જમાનામાં સેલિબ્રીટીના ઓટોગ્રાફ લેવા માટે પડાપડી થતી હતી. આજના સમયમાં હવે સેલ્ફી લેવા માટે પડાપડી થાય છે. તાજેતરમાં અક્ષય તેની પુત્રી નિતારા ભાટિયા સાથે મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યો હતો, ત્યારે સેલ્ફી લેવા માટે ચાહકોની ભીડ જામી હતી. આ દરમિયાન પોતાના એક ચાહક પર અક્ષય કુમાર ગુસ્સે થઈ ગયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મુંબઈ એરપોર્ટ પર ચાહકો સાથે ફોટા પાડવાની ઑફર અક્ષય કુમારે કરી હતી. જાેકે, એક ચાહકે સેલ્ફી લેતી વખતે તેના ખભા પર હાથ મૂક્યો અને ખૂબ નજીક આવી ગયો. આનાથી અભિનેતા ગુસ્સે થયો અને તેણે તરત જ ખભા પરથી હાથ હટાવી લીધો. અક્ષયે ગુસ્સામાં તે ચાહકને કહ્યું કે, “તમારા હાથ નીચે રાખો, મારા પર હાથ ન મૂકો. ”આ ઘટનાનો વિડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર લોકોની મિશ્ર પ્રતિક્રિયાઓ જાેવા મળી રહી છે. કેટલાક યુઝર્સે અક્ષયના વર્તનને અહંકારી ગણાવ્યું છે. જ્યારે અન્ય લોકોએ દલીલ કરી રહ્યા છે કે સેલેબ્રિટીની એટલી નજીક જવું યોગ્ય નથી. એક યુઝરે કોમેન્ટ બોક્સમાં લખ્યું કે, “ઘમંડ અહીં રહી જશે.” બીજા યુઝરે લખ્યું કે, “આપણે જ તેમને ફેમસ કરી છીએ અને આપણા કારણે જ તેમની ફિલ્મો તાવે છે. આપણને એટિટ્યુટ બતાવશે તો કેવી રીતે ચાલશે.” ત્રીજા યુઝરે લખ્યું કે, “મને તેમનો એટિટ્યુટ ગમતો નથી. ”વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અક્ષય કુમાર આગામી સમયમાં ઘણી મોટી ફિલ્મોમાં જાેવા મળશે. જેમાં ૨૦૨૬માં આવનારી ‘ભૂત બાંગ્લા’ ફિલ્મનો સમાવેશ થાય છે. આ એક હોરર-કોમેડી ફિલ્મ હશે. આ ફિલ્મ દ્વારા લગભગ ૧૪ વર્ષ પછી પ્રિયદર્શન પોતાની વાપસી કરવાના છે. આ ફિલ્મમાં વામિકા ગબ્બી, તબ્બુ, પરેશ રાવલ અને શરમન જાેશી પણ છે. આ સિવાય અક્ષય કુમાર પાસે આગામી સમયમાં ‘હૈવાન’, ‘હેરા ફેરી ૩’, અને ‘વેલકમ ટુ ધ જંગલ’ જેવી ફિલ્મો પણ છે.
