
આ શ્રેણીની આ અંતિમ ફિલ્મ હશે ? ‘દૃશ્યમ ૩’માં પણ પહેલાંની જેમ મલયાલમ વર્ઝન જ રિલીઝ કરાશે જીતુ જાેસેફે ઇટરવ્યુમાં મોહનલાલ સાથે ફિલ્મ દૃશ્યમ અને મિરાજ સહિતની ફિલ્મની વાત કરી જ્યારથી પહેલી વખત દૃશ્યમ ફિલ્મ આવી ત્યારથી આ ફિલ્મ વિશે દર્શકોમાં ઉત્સુકતા રહી છે. પહેલી ફિલ્મ આવી ત્યારે કોઈને અંદાજ નહોતો કે તેનો બીજાે ભાગ આવશે. હવે ત્રીજી ફિલ્મ અંગે એવી ચર્ચા છે કે આ શ્રેણીની આ અંતિમ ફિલ્મ હશે. પરંતુ મૂળ મલયાલમ દૃષ્યમના ડિરેક્ટર જીતુ જાેસેફે જણાવ્યું કે “ના, આ ખરેખર ફિલ્મનો અંત નહીં હોય. મેં જ્યારે પહેલી દૃશ્યમ બનાવી ત્યારે પણ સિક્વલનું મારું કોઈ જ આયોજન નહોતું. પછી જ્યારે મને બીજી ફિલ્મનો વિચાર આવ્યો ત્યારે મેં સિક્વલ બનાવવાનું શરૂ કર્યું. આગળ પણ આવું થઈ શકે છે. બીજી ફિલ્મ બની પછી મેં વિચાર્યું કે જાે આનો ત્રીજાે ભાગ હોય તો કેવો હોય. સમયાંતરે મને ત્રીજી ફિલ્મને જાેડતો તાર મળી ગયો. પહેલી ફિલ્મમાં ઘટનામાં પરિવારે કેવા અનુભવ કર્યા એની વાત હતી. હવે તમે છ વર્ષ પછી જુઓ પરિવાર કઈ રીતે વિકસ્યો છે. હવે ત્રીજા ભાગમાં અમે ફરી ૩.૫ થી ૪ વર્ષ
આગળની વાત કરી રહ્યા છીએ. આપણને ખબર છે કે જ્યોર્જકુટ્ટીએ કઈ રીતે પુરાવાઓનો નાશ કર્યાે હતો. હવે આપણે જાેઈશું કે તેના પછી પરિવાર સાથે શું બને છે.”ત્રીજા ભાગની વાર્તા વિશે જાેસેફ જણાવે છે, “હું એ જ વાર્તા લખું છું, જે આગળના ભાગ સાથે સહજ રીતે જાેડી શકાય. મને ખબર નથી આ ભાગ સાથે તેની વાર્તા અટકશે કે નહીં..મને જાે કોઈ નવો દૃષ્ટિકોણ મળે તો હું ચોથો ભાગ પણ લખી શકું છું. હું એવું નથી કહેતો કે હું કરીશ જ, પણ શક્યતા નકારી શકાય નહીં. મને જ્યારે ત્રીજા ભાગમાં રસપ્રદ બાબતો મળી ત્યારે જ મેં તેના પર કામ શરૂ કર્યું હતું.”ત્રીજા ભાગ વિશે વિગતો ન આપવા બાબતે જિતુ જાેસેફે કહ્યું, “ત્રીજાે ભાગ કયા દૃષ્ટિકોણથી બન્યો છે, એ હું હાલ કહી શકીશ નહીં, તેના માટે તમારે ફિલ્મની રાહ જાેવી પડશે. મેં જ્યારે ત્રીજા ભાગની જાહેરાત કરી ત્યારે ઘણા લોકોએ કહ્યું હતું કે તેમાં બીજા ભાગથી સારી સ્ક્રિપ્ટ હોવી જાેઈએ. પરંતુ હું આગળની ફિલ્મથી મોટી બનાવવા માટે નવી ફિલ્મ નથી બનાવતો. હું બસ એ પરિવારના જીવનનાં નવાં પ્રકરણની વાર્તા કહેવા માગું છું.”મલયાલમ, હિન્દી અને તેલુગુ ફિલ્મો એકસાથે રિલીઝ કરવા અંગે જીતુ જાેસેફે કહ્યું કે “હિન્દી અને તેલુગુ ફિલ્મના મેકર્સે અમને એકસાથે રિલીઝ કરવા માટે પૂછ્યું છે. તકલીફ એ છે કે ભારત સહીત વિદેશમાં પણ સિરીઝ લોકપ્રિય છે. તેથી હિન્દી અને તેલુગુ ફિલ્મ મેકર્સને ચિંતા છે કે જાે મલયાલમ ફિલ્મ પહેલાં રિલીઝ થઈ તો તેમની ફિલ્મની બોક્સ ઓફિસ પર અસર થશે કારણ કે લોકોને પહેલાંથી જ વાર્તા ખબર હશે. તેમની અમારા પ્રોડ્યુસર સાથે ચર્ચા ચાલે છે પણ હજું કંઈ ર્નિણય લેવાયો નથી. બધા વર્ઝન સાથે રિલીઝ કરીએ તો અમને પણ નુકસાન થાય. હાલ તો અમે અમારું શૂટ કરી રહ્યા છીએ, એ પૂરું થાય ત્યાં સુધીમાં જે ર્નિણય લેવાય તેના પર આગળ વધીશું. બાકી તો મલયાલમ જ પહેલાં રિલીઝ થશે.”




