
આજે બધાને બસ સ્ટ્રગલ સ્ટોરી જાેઈએ છે : ફરાહ ખાન બહારથી આવતા એક્ટર્સનો નેપો બેબીઝ પર ગુસ્સો હું સમજી શકું છું ફરાહ ખાને સાનિયા મિર્ઝાના પોડકાસ્ટ શોમાં પોતાના બાળપણની યાદો તાજી કરવાની સાથે નેપોટીઝમ અંગે પણ વાત કરી ફિલ્મ મેકર અને કોરિયોગ્રાફર ફરાહે ખાને કેટલીક સુપરહિટ ફિલ્મ અને લોકપ્રિય ગીતોથી ઇન્ડસ્ટ્રીમાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે, હવે તેણે પોતાનો યુટ્યુબ પર શો પણ શરૂ કર્યાે છે. તે ભલે એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પરિવારમાંથી આવે છે, પરંતુ તેનું બાળપણ ઘણું સંઘર્ષમાં વિત્યું છે. તેના પિતાનું નાની ઉંમરે જ નિધન થઈ ગયું હતું. તાજેતરમાં ફરાહ ખાને સાનિયા મિર્ઝાના પોડકાસ્ટ શોમાં પોતાના બાળપણની યાદો તાજી કરવાની સાથે નેપોટીઝમ અંગે પણ વાત કરી હતી. તેણે ખુલાસો કર્યાે હતો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બહારથી આવતા કલાકારોનો ગુસ્સો અને તકલીફ તે સમજે છે અને તેઓ ઇન્ડસ્ટ્રીના બાળકો માટે કેટલો ગુસ્સો ધરાવે છે, તે અંગે વાત કરી હતી. તેણે એમ પણ કહ્યું કે તે સફળ થવા છતાં આજે પણ આર્થિક રીતે અસુરક્ષા અનુભવે છે. ફરાહને પૂછાયું કે શું તેનાં આર્થિક સંઘર્ષે
તેને આજે જેવી છે તેવી બનાવી છે, તે પ્રશ્નના જવાબમાં ફરાહે કહ્યું, “આજ સુધી, હું પૈસા બાબતે અસુરક્ષા અનુભવું છું. મારા માટે, જાે હું આર્થિક રીતે સુરક્ષિત હોય તો જ આરામથી રહી શકું છું, મને માત્ર એ એક જ અસુરક્ષા છે. તેથી જ મારો કામ માટેનો જુસ્સો હંમેશા જળવાઈ રહે છે. હું કદાચ સક્રિયપણે ફિલ્મ ડિરેક્ટ ન કરતી હોય, છતાં આજે પણ હું મારી કૅરિઅરના શરૂઆતના દિવ, કરતાં પણ આજે વધુ મહેનત કરું છું. અમે અમારા પિતાના ખુબ સમૃદ્ધથી ગરીબ બનતા જાેયા છે અને થોડાં વર્ષાે સુધી અમે અતિ ગરીબીમાં જીવ્યાં છીએ.”આજે લોકો સફળતાને જે રીતે જુએ છે, તે અંગે ફરાહે જણાવ્યું, “આજે બધઆને સ્ટ્રગલ સ્ટોરી જાેઈએ છે. જેણે જીવનમાં ક્યારેય સંઘર્ષ જાેયો નથી તે પણ કોઈ વિચિત્ર વાતમાંથી કંઇક ઉપજાવી કાઢવાની કોશિષ કરે છે. પરંતુ હું ખુશ છું કે મારા બાળકો પાસે આવી કોઈ વાર્તા નહીં હોય.”સ્ટારકિડ્ઝ માટે બહારથી આવતા કલાકારોની અકળામણ અંગે ફરાહે કહ્યું, “જ્યારે લોકો બહારથી મુંબઇ આવે છે અને પછી નેપો બૅબીઝ માટે તેમને જે ગુસ્સો હોય છે, તે હું બરાબર સમજી શકું છું. હું સમજી શકું છું એ ગુસ્સો ક્યાંથી આવે છે, કારણ કે એમને દર મહિને ઘરનાં ભાડાં ભરવા પણ સંઘર્ષ કરવો પડે છે. તેમના માટે, સ્ટાર કિડ્ઝના સંઘર્ષનો કોઈ મતલબ જ નથી.”




