
જથ્થો ફૂડ વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યોસુરતથી પકડાયો ૭૫૪ કિલોનો શંકાસ્પદ પનીરનો જથ્થોશંકાસ્પદ પનીરના નમૂનાને તપાસ માટે મોકલાયો લેબોરેટરી કોઈપણ ગરબડી કે ભેળસેળ જણાશે તો કરાશે આકરી કાર્યવાહીસુરત મહાનગરમાં નકલી થી અને પનીરના ઉપરાછાપરી કિસ્સા નોંધાઈ રહ્યા છે. એક બાજુ આરોગ્ય મંત્રી પફુલ પાનસેરીયાએ ખાદ્યપદાર્થોમાં ભેળસેળ મુદ્દે આકરી કાર્યવાહીનો સૂર આલાપ્યો હતો.
વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ભેળસેળિયાઓ સામે કાર્યવાહીની માંગ કરી છે. બીજી બાજુ નકલી ઘી અને પનીરની બૂમ અકબંધ હોય એમ ખટોદરાની સુરભી ડેરીમાંથી ૭૫૪ કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો પકડાયો છે. ૧.૮૧ લાખનો શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ કર્યા બાદ હવે સેમ્પલ રિપોર્ટ પર દારોમદાર રાખવામાં આવીરહ્યો છે
સુરતમાં ખટોદરા વાડી સોમાકાનજીની વાડી પાસે આઈ એનએસ હોસ્પિટલની પાછળ આવેલા સોરઠિયા કમ્પાઉન્ડમાં આવેલી સુરભી ડેરીમાં પાલિકાના ફૂડ ઈન્સ્પેક્શન વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો અને એસઓજીના સ્ટાફ સાથે સંયુક્તપણે સ્થળ તપાસ હાથ ધરાઈ હતી.
આ સ્થળે પનીરનો શંકાસ્પદ જથ્થો હોવાનું જણાતા માલિક શૈલેષ છગનભાઈ પટેલ પાસેથી પનીરનો નમૂનો લઈ તપાસ માટે લેબોરેટરી મોકલી આપવામાં આવ્યો હતો. જેનો પૃથક્કરણ રિપોર્ટ આવ્યેથી ફૂડ સેફ્ટી એક્ટ-૨૦૦૬ અને તેના નીતિ નિયમો અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરાશે.
આ દારોમદાર છે સ્થળેથી ૭૫૪ કિલો પનીરનો જથ્થો મળી આવ્યો હતો અને તેની અંદાજિત કિંમત ૧.૮૧ લાખ રૂપિયા છે. આ જથ્થો ફૂડ વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યો છે. લેબોરેટરી ખાતે તપાસ અર્થે મોકલાયેલા સેમ્પલમાં કોઈ પ્રકારની ગરબડી કે ભેળસેળ જણાશે તો આકરી કાર્યવાહી કરવામાં આવશે. આમ, સુરતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની ફરિયાદો વચ્ચે મોટી માત્રામાં શંકાસ્પદ પનીર મળ્યું હોય આરોગ્ય વિભાગના અધિકારીઓ સતર્ક થઇ ગયા છે.




