
બેકારી વધારવાના ઇરાદે એકાએક પગાર બંધ કરી દીધો છે આ અંગે રોજે રોજ નીત નવા વાયદા કરવામાં આવે છે.જી.એસ.એફ.સીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતા મહિલાઓ સહિત ૧૦૦થી વધુ કર્મીઓ છેલ્લા આઠ મહિનાથી પગારથી વંચિત રહ્યા છે. જેથી તમામ કોન્ટ્રાક્ટ કર્મીઓ જીએસએફસી બહાર છેલ્લા ૧૬ દિવસથી ધરણા સૂત્રોચારનો કાર્યક્રમ યોજી રહ્યા છે.
જાેકે કર્મીઓ પાસે કોર્ટનો હુકમ પણ છે કે તેમને આડકતરી રીતે છુટા કરવા નહીં અને પગાર પણ બંધ કરવો નહીં છતાં પણ મેનેજમેન્ટ એક તરફી ર્નિણય લઈને અન્યાય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે શહેરના ઉત્તર છેવાડે આવેલી જીએસએફસી કંપની બહાર કોન્ટ્રાક્ટના કર્મીઓ પગારની માગણી અંગે છેલ્લા ૧૬ દિવસથી ધારણા સુત્રોચારનું કાર્યક્રમ યોજી રહ્યા છે. ઘરમાં નાના બાળકોને એકલા મૂકીને મહિલા કર્મીઓ પણ આ ધરણા-સૂત્રોચાર કાર્યક્રમમાં જાેડાયા છે.
ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા સૂત્રોચાર કાર્યક્રમ યોજી રહેલા ગરમીના અગ્રણીએ જણાવ્યું હતું કે અમે ઇન્ડિયન એક્ટિવિટી કરતા હોવાથી અમને પગારથી વંચિત કરી દેવામાં આવ્યા છે. છેલ્લા આઠ મહિનાથી અમને પગાર આપવામાં આવ્યો નથી.
અમે નોકરી કરવા પણ તૈયાર છે પરંતુ કંપની મેનેજમેન્ટ દ્વારા કહેવાય છે કે અમે ધરણા કરનારને કોઈને ઓળખતા નથી. કોન્ટ્રાક્ટર દ્વારા એકાએક પગાર બંધ કરી દેવાથી કર્મીઓના ઘરના બજેટ ખોવાઈ ગયા છે. બેકારી વધારવાના ઇરાદે એકાએક પગાર બંધ કરી દીધો છે. આ અંગે રોજે રોજ નીત નવા વાયદા કરવામાં આવે છે.
