
ઇન્ડિયન પ્રીમિયર લીગ ફરી એકવાર શરૂ થનાર છે૧૫ નવેમ્બરે ટીમો રિટેન કરેલા ખેલાડીઓની કરશે જાહેરાતજાેકે, ડિસેમ્બરના મધ્યમાં યોજાનારી ઓક્શન પહેલાં તેમને ખેલાડીઓની અદલાબદલી અથવા ટ્રેડ કરવાની મંજૂરી આપવામાં આવશક્રિકેટનો સૌથી મોટો ઉત્સવ એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ ફરી એકવાર શરૂ થવાનો છે. મેગા ઇવેન્ટની આગામી સીઝન પહેલા બધી ૧૦ ટીમો તેમના રિટેન કરેલા ખેલાડીઓની યાદી જાહેર કરવા માટે તૈયાર છે.IPL ૨૦૨૬ માટે રિટેન કરવાની તારીખો જાહેર કરવામાં આવી છે. ત્યારે લોકો જાણવા માટે ઉત્સુક છે કે તેઓ ક્યારે અને ક્યાં ઇવેન્ટ જાેઈ શકે છે.
સ્ટાર સ્પોર્ટ્સ ચેનલે સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી છે કે ૧૫ નવેમ્બર, શનિવારના રોજ સાંજે ૫ વાગ્યે શરૂ થનારા ખાસ IPL ૨૦૨૬ રિટેન્શન પ્રોગ્રામનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે. આ શોમાં ઘણા જાણીતા ક્રિકેટ એક્સપર્ટ રિટેન કરેલા ખેલાડીઓ વિશે વિગતવાર ચર્ચા કરશે અને આગામી સીઝન પહેલા બધી ટીમો માટે રોડમેપની રૂપરેખા આપશે.IPL ૨૦૨૬ રિટેનશન પ્રોગ્રામનું લાઇવ સ્ટ્રીમિંગ HOSTAR પર થશે.IPL ૨૦૨૬ રીટેન્શન નિયમો ફ્રેન્ચાઇઝીઓને અમર્યાદિત સંખ્યામાં ખેલાડીઓ રિટેન કરવાની મંજૂરી આપે છે, જેમાં કેપ્ડ ભારતીય ખેલાડીઓ, વિદેશી ખેલાડીઓ અથવા અનકેપ્ડ ખેલાડીઓની સંખ્યા પર કોઈ મર્યાદા નથી. ટીમોએ ૧૫ નવેમ્બરની સમયમર્યાદા સુધીમાં રીટેન કરેલા અને રિલીઝ કરેલા ખેલાડીઓની તેમની યાદીને અંતિમ સ્વરૂપ આપવું આવશ્યક છે. રીટેન્શન સંખ્યામાં ફ્લેક્સીબીલીટી હોવા છતાં ટીમોએ હજુ પણ કુલ ટીમ કદ મર્યાદા (૨૫ ખેલાડીઓ સુધી) અને પગાર મર્યાદા પ્રતિબંધો (આશરે ૧૨૦ કરોડની કુલ પર્સ મર્યાદા)નું પાલન કરવું પડશે.
IPL ૨૦૨૬નું મીની-ઓક્શન ૧૩થી ૧૫ ડિસેમ્બર, ૨૦૨૫ની વચ્ચે થવાની ધારણા છે, જેમાં મુંબઈ સંભવિત સ્થળ તરીકે રહેશે, જે દુબઈ અને જેદ્દાહમાં બે વર્ષ પછી ભારતમાં ઓક્શન પરત ફરશે. ૧૫ નવેમ્બરના રોજ ખેલાડીઓને રિટેન કરવાની અંતિમ તારીખ પછી ઓક્શન થશે, ત્યારબાદ ફ્રેન્ચાઇઝીઓએ તેમના રિટેન કરેલા અને રિલીઝ કરેલા ખેલાડીઓની પસંદગી કરવાની રહેશે.




