
પ્રિયંકા ચોપરાની વારાણસી ફિલ્મના ટાઈટલના માલિકી હક્ક અંગે વિવાદએસ.એસ રાજામૌલીએ વારાણસી ટાઈટલના સ્પેલિંગમાં ફેરફાર કરીને વાપરવાની યુક્તિ અજમાવીએસ.એસ રાજામૌલી દ્વારા પ્રિયંકા ચોપરા, મહેશ બાબુ તથા પૃથ્વીરાજ સુકુમારન સાથે બનાવાઈ રહેલી ફિલ્મનું ટાઈટલ વારાણસી હોવાની જાહેરાત કરવા માટે તાજેતરમાં લખલૂટ ખર્ચે એક ગ્રાન્ડ ઈવેન્ટ યોજવામાં આવી હતી. પરંતુ, હવે આ ટાઈટલ અંગે જ કાનૂની વિવાદ સર્જાયો છે. એક દાવા અનુસાર સીએચ સુબ્બા રાવ નામના નિર્માતાવારાણસી ટાઈટલ તેલુગુ ફિલ્મ પ્રોડયૂસર કાઉન્સિલમાં લાંબા સમય પહેલાં રજિસ્ટર કરાવી ચૂક્યા છે અને આ ટાઈટલ પર તેમનો હક્ક છે.
જાેકે, રાજામૌલીએ અગાઉ જ આ ટાઈટલ વિશે તપાસ કરાવી લીધી હતી અને તેમણે શાબ્દિક યુક્તિ અજમાવી ટાઈટલ લોન્ચ કરવાની ઈવેન્ટમાં સ્પેલિંગમાં ફેરફાર સાથે વારાણસી ટાઈટલ રીલિઝ કર્યું હતું. હવે આગામી દિવસોમાં રાજામૌલી અને સુબ્બારાવ વચ્ચે ટાઈટલ વિવાદ બાબતે કોઈ મીટિંગ થાય તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે રાજામૌલી એ ભગવાન હનુમાનજી પોતાની કોઈ મદદ કરી શક્યા નથી અને પોતે ઈશ્વરમાં માનતા નથી તેવાં વિધાનો કરતાં તે અંગે પણ વિવાદ થયો છે અને કેટલાંક હિંદુ સંગઠનોએ રાજામૌલી પર ધાર્મિક લાગણી દૂભવવાનો આરોપ કરતી અરજી પોલીસને આપી છે.




