
UN રિપોર્ટમાં ઘટસ્ફોટગામડાં ખાલી થઈ રહ્યા છે, દુનિયાની ૮૦% વસતીની શહેરો તરફ દોટ.આ રિપોર્ટ પેટ્રિક ગેરલેન્ડના નેતૃત્વ હેઠળ તૈયાર કરવામાં આવ્યો હતો, જેમણે ઘણાં સંશોધકોએ સાથે સહયોગ કર્યો હતો.વિશ્વની માનવ વસ્તીના વિતરણમાં ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર (UN)ના તાજેતરના રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે વિશ્વની ૮૦ ટકાથી વધુ વસ્તી હવે શહેરોમાં રહે છે, જ્યારે ગ્રામીણ વિસ્તારો ખાલી થઈ રહ્યા છે. આ આંકડો વૈશ્વિક વસ્તીના વિતરણને ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યો છે અને માનવ સંસ્કૃતિના કેન્દ્રો હવે સંપૂર્ણપણે શહેરી વિસ્તારો બની ગયા છે.
અમેરિકાના “વર્લ્ડ અર્બનાઇઝેશન પ્રોસ્પેક્ટ્સ ૨૦૨૫” રિપોર્ટ અનુસાર, આજે વિશ્વની લગભગ મોટા ભાગની વસ્તી શહેરો અને નગરોમાં રહે છે. ૨૦૧૮માં આ આંકડો ફક્ત ૫૫ ટકા હતો, એટલે કે સાત વર્ષમાં શહેરી વસ્તીમાં ભારે વધારો થયો છે. ૪૫% લોકો શહેરોમાં અને ૩૬% ગામડાઓમાં રહે છે. આ રિપોર્ટ પેટ્રિક ગેરલેન્ડના નેતૃત્વ હેઠળ તૈયાર કરવામાં આવ્યો હતો, જેમણે ઘણાં સંશોધકોએ સાથે સહયોગ કર્યો હતો. અમેરિકાના “વર્લ્ડ અર્બનાઇઝેશન પ્રોસ્પેક્ટ્સ ૨૦૨૫” રિપોર્ટ અનુસાર, વિશ્વની વસ્તી શહેરો અને નગરોમાં રહેવા માટે આક્રમક રીતે સ્થળાંતર કરી રહી છે. વર્ષ ૨૦૧૮માં આ આંકડો ફક્ત ૫૫ ટકા હતો, એટલે કે સાત વર્ષમાં શહેરી વસ્તીમાં ભારે વધારો થયો છે. ૪૫ ટકા લોકો શહેરોમાં અને ૩૬ ટકા ગામડાઓમાં રહે છે. આ રિપોર્ટ પેટ્રિક ગેરલેન્ડના નેતૃત્વ હેઠળ તૈયાર કરવામાં આવ્યો હતો, જેમણે ઘણાં સંશોધકોએ સાથે સહયોગ કર્યો હતો.
રિપોર્ટ અનુસાર, ૨૦૫૦ સુધીમાં વિશ્વની ૮૩ ટકા વસ્તી શહેરોમાં રહેશે. આનો અર્થ એ છે કે આગામી વર્ષોમાં, શહેરો વિસ્તરશે અને ગામડાઓ વધુ ઉજ્જડ બનશે. પૂર્વી અને દક્ષિણ એશિયામાં, ખાસ કરીને ભારત જેવા દેશોમાં, લોકો ગામડા છોડીને મુખ્યત્વે સારું શિક્ષણ, નોકરી અથવા સારું સામાજિક જીવન મેળવવા માટે શહેરોમાં સ્થળાંતર કરી રહ્યા છે. યુએનના રિપોર્ટમાં વિશ્વના વિવિધ ભાગોમાં શહેરીકરણ પાછળના મુખ્ય કારણો રજૂ કરાયા છે. એશિયા (ખાસ કરીને ભારત) લોકો ગામડાં છોડીને મુખ્યત્વે સારી શિક્ષણ, નોકરીની તકો અને સારું સામાજિક જીવન મેળવવા માટે શહેરોમાં સ્થળાંતર કરી રહ્યા છે.
યુરોપ અને ઉત્તર અમેરિકા જેવા વિકસિત પ્રદેશોમાં શહેરીકરણ મુખ્યત્વે અન્ય દેશોમાંથી આવતા લોકોના ધસારા (આંતરરાષ્ટ્રીય સ્થળાંતર)ને કારણે થઈ રહ્યું છે. જ્યારે આફ્રિકામાં શહેરીકરણ મુખ્યત્વે ઉચ્ચ જન્મ દરને કારણે થાય છે, જ્યાં વસ્તી ઝડપથી વધી રહી છે.
શહેરીકરણ માત્ર વસ્તી વૃદ્ધિ જ નહીં પરંતુ લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર કરી રહ્યું છે. કિંગ્સ કોલેજ લંડનના નિષ્ણાત એન્ડ્રીયા મેચેલીના મતે, શહેરોમાં વાયુ પ્રદૂષણ અને વધતી ગરમી લોકોને બીમાર બનાવી રહી છે. આનાથી હૃદય રોગ અને અલ્ઝાઇમર જેવા રોગોનું જાેખમ વધે છે. વધુમાં ઘણાં શહેરી વિસ્તારોમાં ઉદ્યાનો અને લીલી જગ્યાઓનો અભાવ છે.
ઉલ્લેખનીય છે કે, આ રિપોર્ટ વૈશ્વિક નીતિ નિર્માતાઓ માટે એક ચેતવણી સમાન છે કે જાે શહેરો પરનું ભારણ આ રીતે વધતું રહ્યું, તો માળખાકીય અને સ્વાસ્થ્ય સંબંધિત પડકારો ઉભા થઈ શકે છે.




