
ઈનપુટ બાદ દિલ્હી-ભોપાલ આવાસ બહાર સુરક્ષા વધારાઈ. ISIના નિશાને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ.ગૃહ વિભાગને મળેલા ઈનપુટના આધારે ર્નિણય લેવાયો.કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણની સુરક્ષામાં એકાએક વધારો કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગને મળેલા ઈનપુટના આધારે આ ર્નિણય લેવામાં આવ્યો છે. જેમાં મધ્યપ્રદેશ DGP ને પત્ર લખીને જાણ કરાઇ છે કે શિવરાજસિંહ ચૌહાણ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIના નિશાના પર છે.ISI શિવરાજસિંહ અંગે માહિતી એકઠી કરી રહી છે.
ગૃહ વિભાગની સૂચના બાદ મધ્યપ્રદેશ પોલીસ વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યો હતો અને શિવરાજસિંહના ભોપાલમાં આવેલા બંગલા નંબર ૭૪/મ્૮ આસપાસ વધારાના બેરિકેડ ઊભા કરી સજ્જડબંધ પોલીસ પહેરો ગોઠવી દીધો છે. મહત્ત્વનું છે કે શિવરાજસિંહ પાસે પહેલાથી જ Z+ સુરક્ષા હતી, પરંતુ આ સુરક્ષા વધારવામાં આવી છે.
ગૃહ મંત્રાલયે સંબંધિત એજન્સીઓ અને મધ્યપ્રદેશના ડ્ઢય્ઁને સુરક્ષામાં કોઈ ખામી ન રહે તે સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે.
મધ્યપ્રદેશના મુખ્ય સચિવને પણ હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે . દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર (સુરક્ષા) ને પણ જાણ કરી દેવાઈ છે.
સુરક્ષા વધારવા અંગે ગૃહ વિભાગના પત્ર અનુસાર,NSG એ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ વિશે માહિતી મેળવી છે જેથી તેમની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી છે. તેમજ કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી રાખવા સૂચન કરવામાં આવ્યું છે.
શિવરાજ સિંહ ચૌહાણ હાલ Z+ શ્રેણીની સુરક્ષા ઘેરામાં છે, જે દેશમાં સૌથી ઉચ્ચ સ્તરની સુરક્ષા માનવામાં આવે છે. તેમની સુરક્ષા માટે તૈનાત કર્મચારીઓની સંખ્યા અંગે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. જાે કે, Z+ સુરક્ષામાં સામાન્ય રીતે NSG કમાન્ડો સહિત આશરે ૫૫ જેટલા સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થાય છે.




