
છોટાઉદેપુર જિલ્લામાં વાવણી ટાણે ખાતર પૂરતું ન મળતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા.છોટાઉદેપુર જિલ્લામાં વાવણી ટાણે ખાતર પૂરતું ન મળતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. છોટાઉદેપુરમાં ખાતરની અછત સર્જાતા ખેડૂતોને અટવાયા છે. જિલ્લાના ખાતર ડેપો ખાતે યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતો વહેલી સવારથી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે.મળતી માહિતી મુજબ, છોટાઉદેપુરમાં વાવણીના સમયે ખાતર પૂરતું ન મળતા ખેડૂતોને હાલાકી પડી રહી છે.
ખાતર મળશે તેવી આશાથી સવારના ૪ વાગ્યાથી ખેડૂતો લાઈનો લગાવી ઊભા રહ્યા હતા. છેલ્લા કેટલાક દિવસથી ખેડૂતો ખાતર મેળવવા માટે છોટાઉદેપુરમાં ધક્કા ખાઈ રહ્યા છે. ખેડૂતોએ જણાવ્યું કે, ‘છેલ્લા અઠવાડિયાથી અમે છોટાઉદેપુર જિલ્લા સહિતના વિસ્તારમાં જઈએ છીએ. જ્યાં પણ જઈએ ત્યાં ખાતર માટે લાંબી કતાર જાેવા મળે છે અને ખાતર અમને મળતું નથી. દરરોજ અમારે ધક્કા ખાઈને ઘરે પરત ફરવું પડે છે. શિયાળુ પાક માટે ખાતરની ઉણપ વર્તાઈ રહી છે. માટે સરકારે છોટાઉદેપુર જિલ્લામાં વધારે પ્રમાણમાં ખાતર પૂરું પાડે…જ્યારે ડેપો સંચાલકે કહ્યું કે, ‘ખાતરની શોર્ટેજ હોવાથી ખાતર મેળવવા આવતા ખેડૂતોને કૂપન આપવામાં આપવામાં આવે છે. જેથી અન્ય ખેડૂતોનો સમય ન બગડે અને ખોટું લાગઈનમાં ઊભુ રહેવું ન પડે. રોજની બે ગાડી ખાતર આવે છે




