
ED એ ૧ટ બેટિંગ એપ કેસમાં મોટી કાર્યવાહી.અનેક ફિલ્મ અભિનેતાઓ અને ક્રિકેટરોની સંપત્તિ જપ્ત.યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત કરવામાં આવી.1X સટ્ટાબાજી એપ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ નોંધપાત્ર કાર્યવાહી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ED એ કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. જેમની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે તેમાં ઘણા પ્રખ્યાત અભિનેતાઓ અને ક્રિકેટરોના નામ પણ શામેલ છે. આમાં યુવરાજ સિંહ અને નેહા શર્મા જેવી સેલિબ્રિટીનો સમાવેશ થાય છે.
કોની કોની સંપત્તિ જપ્ત કરવામાં આવી
યુવરાજ સિંહ – ૨.૫ કરોડ
રોબિન ઉથપ્પા – ૮.૨૬ લાખ
ઉર્વશી રૌતેલા – ૨.૦૨ કરોડ (આ મિલકત તેની માતાના નામે હતી)
સોનુ સૂદ – ૧ કરોડ
મિમી ચક્રવર્તી – ૫૯ લાખ
અંકુશ હજારા – ૪૭.૨૦ લાખ
નેહા શર્મા – ૧.૨૬ કરોડ
આજની ED ની કાર્યવાહીમાં, ૭.૯૩ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. અગાઉ, આ જ કેસમાં, ઈડ્ઢ એ શિખર ધવનની ૪.૫૫ કરોડ રૂપિયા અને સુરેશ રૈનાની ૬.૬૪ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. અત્યાર સુધીમાં, ED એ 1xBet કેસમાં ૧૯.૦૭ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. તપાસ હજુ ચાલુ છે.
ED ની તપાસમાં બહાર આવ્યું છે કે 1xBet અને તેની અન્ય બ્રાન્ડ્સ, જેમ કે 1xBet અને સ્પોર્ટિંગ લાઇન્સ, ભારતમાં પરવાનગી વિના ઓનલાઈન સટ્ટાબાજી અને જુગાર ચલાવી રહી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે આ સેલિબ્રિટીઓએ વિદેશી કંપનીઓ સાથે એન્ડોર્સમેન્ટ સોદા કર્યા હતા અને વીડિયો અને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા 1xBet ની જાહેરાત કરી હતી.
આ ચૂકવણી સીધી ભારતમાં મોકલવામાં આવી ન હતી પરંતુ સાચા સ્ત્રોતને છુપાવવા માટે વિદેશી ચેનલો દ્વારા મોકલવામાં આવી હતી. ED ના મતે, આ પૈસા ગેરકાયદેસર સટ્ટાબાજીની કમાણી હતી જેને લોન્ડર કરવામાં આવી હતી.
ED ની તપાસમાં જાણવા મળ્યું છે કે ૧ટમ્ીં એ ભારતમાં સટ્ટાબાજી માટે હજારો ફેક અથવા નકલી એકાઉન્ટ્સનો ઉપયોગ કર્યો હતો. અત્યાર સુધીમાં આવા ૬,૦૦૦ થી વધુ એકાઉન્ટ્સ ઓળખવામાં આવ્યા છે. આ એકાઉન્ટ્સમાં સટ્ટાબાજીના પૈસા જમા કરવામાં આવ્યા હતા, જે પછી ટ્રેકિંગ ટાળવા માટે વિવિધ પેમેન્ટ ગેટવે દ્વારા ઘણી વખત ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ED એ દેશમાં ચાર પેમેન્ટ ગેટવે પર દરોડા પાડ્યા હતા અને અત્યાર સુધીમાં ૬૦ થી વધુ બેંક ખાતાઓ ફ્રીઝ કર્યા છે. આ ખાતાઓમાં આશરે ૪ કરોડ ફ્રીઝ કરવામાં આવ્યા છે.




