
૩-૧થી સીરિઝ પણ જીતી, હાર્દિક-વરૂણ છવાયા.અમદાવાદમાં ભારતે સાઉથ આફ્રિકાને ૩૦ રનથી હરાવ્યુંભારત તરફથી બેટિંગમાં તિલક વર્માએ સૌથી વધુ ૭૩ રન અને હાર્દિક પંડ્યાએ આક્રમક ૬૩ રન નોંધાવ્યા હતા.ભારતીય ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કરતા દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની ટી૨૦ સીરિઝ કબજે કરી લીધી છે. આજે(૧૯ ડિસેમ્બર) સીરિઝની અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મહત્ત્વની મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૫ વિકેટના નુકસાને ૨૩૧ રનનો પહાડ જેવો સ્કોર ખડક્યો હતો, જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૨૦૧ રન જ બનાવી શકી હતી. જેને લઈને ભારતે આજની મેચમાં ૩૦ રનથી ભવ્ય વિજય મેફ્રવ્યો છે. આ સાથે ભારતે ૩-૧થી સીરિઝ જીતી છે. ભારત તરફથી બેટિંગમાં તિલક વર્માએ સૌથી વધુ ૭૩ રન અને હાર્દિક પંડ્યાએ આક્રમક ૬૩ રન નોંધાવ્યા હતા, જ્યારે બોલિંગમાં વરુણ ચક્રવર્તીએ ૪ વિકેટ ઝડપી જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.ભારતની ઇનિંગમાં હાર્દિક પંડ્યાએ સૌથી વિસ્ફોટક બેટિંગ કરી હતી. તિલક વર્માએ માત્ર ૪૨ બોલમાં ૧૦ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી શાનદાર ૭૩ રન બનાવ્યા હતા. બીજી તરફ હાર્દિક પંડ્યાએ વિસ્ફોટક બેટિંગ કરતા માત્ર ૨૫ બોલમાં ૫ ચોગ્ગા અને ૫ છગ્ગા ફટકારીને ૬૩ રન બનાવ્યા હતા.
હાર્દિક પંડ્યા ઈન્ટરનેશનલ ્૨૦ ક્રિકેટ ઇતિહાસમાં ભારત માટે બીજી સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યાે છે.લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ ૨૦૧ રન બનાવી શકી હતી. ઓપનર ક્વિન્ટન ડી કોકે ૩૫ બોલમાં ૬૫ રન ફટકારી સારી શરૂઆત આપી હતી. આ ઉપરાંત ડેવાલ્ડ બ્રેવિસે ૧૭ બોલમાં ૩૧ રન, ડેવિડ મિલરે ૧૪ બોલમાં ૧૮ રન, રીઝા હેન્ડ્રિક્સે ૧૨ બોલમાં ૧૩ રન અને માર્કાે જેન્સેને ૫ બોલમાં ૧૪ રન નોંધાવ્યા હતા. એડન માર્કરામ માત્ર ૬ રન બનાવી શક્યો હતો.ભારતીય બોલરોએ દક્ષિણ આફ્રિકાના બેટર્સ પર દબાણ જાળવી રાખ્યું હતું. વરુણ ચક્રવર્તીએ ૪ ઓવરમાં ૫૩ રન આપીને સૌથી વધુ ૪ વિકેટ ઝડપી હતી. જસપ્રિત બુમરાહે અત્યંત કરકસરયુક્ત બોલિંગ કરતા ૪ ઓવરમાં માત્ર ૧૭ રન આપી ૨ વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહે ૪ ઓવરમાં ૪૭ રન આપી ૧ વિકેટ અને હાર્દિક પંડ્યાએ ૩ ઓવરમાં ૪૧ રન આપી ૧ વિકેટ મેળવી હતી. વોશિંગ્ટન સુંદરે ૪ ઓવરમાં ૩૦ રન આપ્યા હતા પરંતુ તેને કોઈ સફળતા મળી નહોતી.




