
નિમણૂક પામેલા LRD જવાનો માટે ખુશખબર.ઉમેદવારો પોતે જિલ્લો પસંદ કરી શકશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘પસંદગી પત્ર એનાયત કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતુ.આજે (૨૩ ડિસેમ્બર) ગાંધીનગરના સેક્ટર-૧૧ સ્થિત રામકથા મેદાન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘પસંદગી પત્ર એનાયત કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૧,૬૦૭ લોકરક્ષક કેડરના ઉમેદવારોને નિમણૂક પત્રો અપાયા છે. મહત્વનું છે કે લોકરક્ષક કેડરમાં કુલ ૧૧,૮૯૯ ઉમેદવારોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે પૈકી ૮,૭૮૨ પુરૂષ અને ૩,૧૧૭ મહિલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. હાલના તબક્કે, જે ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયેલા હતા તેવા કુલ ૧૧,૬૦૭ ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે. સરકારે નિમણૂક પામેલા LRD જવાનોનેમોટી રાહત આપતા ખુશખબર આપી છે.
આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત સરકાર દ્વારા નવ નિયુક્ત લોકરક્ષક દળના જવાનો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. હવે નિમણૂક પામેલા LRD જવાનોને જિલ્લા પસંદગી માટે વિકલ્પ આપવામાં આવશે. ગુજરાતના ઈતિહાસમાં લોકરક્ષક જવાનો માટે પહેલી વખત સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે, અગાઉ આ પ્રથા ન હતી, પરંતુ હવે ઉમેદવારો પોતાની અનુકૂળતા મુજબ જિલ્લો પસંદ કરી શકશે, આ ર્નિણય બાદ હવે નવનિયુક્ત જવાનો તેમના પરિવાર અને નોકરી વચ્ચે સંતુલન જાળવી શકશે. મુખ્ય હેતુ દરેકને ઘરથી નજીક નોકરી મળે એવો પ્રયાસ છે.
તો બીજી તરફ ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પોલીસ વિભાગમાં વર્ગ ૩ સંવર્ગ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (LRD) અને લોકરક્ષક (LRD) કેડરની કુલ ૧૩,૫૯૧ જગ્યા માટે ભરતીની શારીરિક કસોટીની સંભવિત તારીખ જાહેરાત કરી દીધી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક GPRB/૨૦૨૫૨૬/૧ની પો.સ.ઇ. કેડર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરિક કસોટી સંભવિત જાન્યુઆરી-૨૦૨૬ના ત્રીજા સપ્તાહથી યોજાઈ શકે છે.




