
આ લગ્નથી ઇન્ડિયન ડેસ્ટિનેશન વેડિંગની વ્યાખ્યા બદલાઇ ગઈ.કરણ જાેહરે વિરુષ્કાનાં લગ્નને એક ખાનગી ઓપરેશન ગણાવ્યાં.૧૧ ડિસેમ્બર, ૨૦૧૭ના દિવસે અભિનેત્રી અનુશ્કા અને ક્રિકેટર વિરાટે ઇટાલીનાં ટસ્કનીમાં લગ્ન કર્યાં હતાં.તાજતરમાં કરણ જાેહરે બોલિવૂડમાં સૌથી વધુ ચર્ચાયેલાં સેલેબ્રિટી વેડિંગ વિશે વાત કરી હતી. તેણે આ લગ્નને એક ખાનગી ઓપરેશન જેવા ગણાવ્યાં હતાં, જેણે હાઇ પ્રોફાઇલ ડેસ્ટિનેશન સેરેમનીને નવી વ્યાખ્યા આપી હતી. કરણ જાેહર અનુશ્કા શર્મા અને વિરાટ કોહલીનાં ૨૦૧૭માં ઇટાલીમાં થયેલાં લગ્ન વિશે વાત કરતો હતો. જેણે લગ્નોની ગોપનીયતા અને દંપતિની અંગત પસંદ-નાપસંદ તેમજ વેડિંગ પ્લાનિંગ જેવી બાબતોને એક નવો દૃષ્ટિકોણ આપ્યો.૧૧ ડિસેમ્બર, ૨૦૧૭ના દિવસે અનુશ્કા અને વિરાટે ઇટાલીનાં ટસ્કનીમાં લગ્ન કર્યાં હતાં. આ વખતે બધું એટલું ખાનગી રાખવામાં આવ્યું હતું કે જયારે તેમની તસવીરો જાહેર થઈ તો તેમનાં ફૅન્સ સાથે ઇન્ડસ્ટ્રીનાં લોકો પણ ચકિત રહી ગયાં હતાં. આ લગ્નમાં એટલી તકેદારી રાખવામાં આવી હતી કે કશું જ લીક ન થઈ જાય, કોઈ જ અફવાઓ નહીં, પહેલાંથી કોઈ જ મીડિયા કવરેજ થયું નહોતું. તેમણે જ્યાં સુધી ઓફિશીયલી પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ ન કરી ત્યાં સુધી કોઈને કશી જ ખબર પડી નહોતી.
કરણ જાેહરે કહ્યું, “આ લગ્નથી લગ્નોનું ડીએનએ અને માળખું જ બદલાઈ ગયું. તેનું સમગ્ર શ્રેય હું અનુશ્કા અને વિરાટનાં લગ્નને આપું છું. સમગ્ર દેશને સવારે ઉઠતાંવેંત આ સમાચાર મળ્યા, કોઈને ખબર નહોતી કે આવું થવા જઈ રહ્યું છે.આ એક ખાનગી ઓપરેશન હતું, અનુશ્કા જે રીતે ચાલીને મંડપમાં પ્રવેશી, તેનાથી બધાં તેનાં પ્રેમમાં પડી ગયાં હતાં.” કરણ જાેહરે વેડિંગ પ્લાનર દેવિકા નારાયણ સાથેની પોડકાસ્ટમાં આ અંગે વાત કરી હતી. અનુશ્કા શર્મા અને વિરાટ કોહલી ૨૦૧૩થી કબીજાને ડેટ કરતાં હતાં અને ૨૦૧૭માં તેમણે લગ્ન કર્યાં હતાં. તેમનાં બે બાળકો છે, વામિકા અને અકાય. હાલ તેઓ બંને બાળકો સાથે લંડનમાં સ્થાઈ થયાં છે, જ્યાં તેઓ મીડિયાથી દૂર શાંત જીવન જીવવા માગે છે.




