
સંજય કપૂરની સંપત્તિનો વિવાદ વધુ વકર્યાે.પ્રિયા કપૂરે ભાભી મંધિરા વિરુદ્ધ ૨૦ કરોડનો માનહાનિનો કેસ કર્યાે.આ કૌટુંબિક લડાઈમાં હવે કાનૂની દાવપેચ અને આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો નવો અધ્યાય શરૂ થયો છે.સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ સંજય કપૂરની અબજાેની સંપત્તિનો વિવાદ હવે વધુ વકર્યાે છે. સંજયની પત્ની પ્રિયાએ ભાભી મંધિરા સામે ¹ ૨૦ કરોડનો સિવિલ માનહાનિનો દાવો માંડ્યો છે.સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ સંજય કપૂરની અબજાેની સંપત્તિનો વિવાદ હવે વધુ વકર્યાે છે. આ કૌટુંબિક લડાઈમાં હવે કાનૂની દાવપેચ અને આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો નવો અધ્યાય શરૂ થયો છે. કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરની મિલકતના વિવાદમાં નવો વળાંક આવ્યો. દિલ્હી હાઈકોર્ટમાં સંજય કપૂરની પત્ની પ્રિયા કપૂરે તેમની ભાભી મંધીરા કપૂર વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યાે છે. પ્રિયાએ મંધિરા સામે ૨૦ કરોડનો સિવિલ માનહાનિનો દાવો માંડ્યો છે. તેમણે કોર્ટને મંધીરાને તેમના વિરુદ્ધ કોઈપણ નિવેદનો આપવા કે જાહેરમાં જાહેર કરવાથી રોકવાની પણ વિનંતી કરી છે.પ્રિયાનો આરોપ છે કે મંધિરાએ સોશિયલ મીડિયા અને પોડકાસ્ટ દ્વારા તેમની છબી ખરડાવવાનો પ્રયાસ કર્યાે છે. મંધિરા પર પ્રિયાએ આરોપ લગાવ્યો છે કે સોશિયલ મીડિયા, પોડકાસ્ટ, મીડિયા ઇન્ટરવ્યુ અને અન્ય પ્લેટફોર્મ પર તેના વિરુદ્ધ ખોટા, બદનક્ષીભર્યા અને વ્યક્તિગત રીતે હુમલો કરનારા નિવેદનો આપ્યા છે. નોંધનીય છે કે આ અગાઉ પટિયાલા હાઉસ કોર્ટમાં મંધિરા કપૂર અને પોડકાસ્ટર પૂજા ચૌધરી વિરુદ્ધ ફોજદારી માનહાનિનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં કોર્ટે બંનેને નોટિસ પાઠવી છે.
આ સમગ્ર વિખવાદ સંજય કપૂરના અવસાન બાદ તેમની વિશાળ સંપત્તિ અને વસિયતનામાની માન્યતાને લઈને શરૂ થયો છે. સંજય કપૂરે ત્રણ લગ્ન કર્યા હતા. જેમાં પ્રથમ પત્નીને છૂટાછેડા અભિનેત્રી કરિશ્મા સાથે લગ્ન કર્યા. બીજી પત્ની કરિશ્મા કપૂર જેમનાથી તેમને બે બાળકો છે. પ્રિયા કપૂર બીજી પત્ની, જેમને એક પુત્ર છે. પરિવારના સભ્યો વચ્ચે ટ્રસ્ટની માલિકી અને મિલકતના વિભાજનને લઈને અનેક સ્તરે કાયદાકીય લડાઈ ચાલી રહી છે. મંધિરાએ પ્રિયા પર સંપત્તિ હડપવાનો આરોપ લગાવ્યો હતો, જ્યારે મંધિરાનું કહેવું છે કે આ લડાઈ માત્ર પૈસાની નથી પણ ‘સત્ય’ માટેની છે.પ્રિયા કપૂર દ્વારા તેની સાસુ રાની કપૂર પર ખોટી જુબાની આપવાનો આરોપ લગાવતી અરજીની સુનાવણી દરમિયાન રાની કપૂરને નોટિસ જારી કરવામાં આવી છે. તાજેતરની સુનાવણી દરમિયાન, પ્રિયા કપૂરનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ અખિલ સિબ્બલે જણાવ્યું હતું કે રાની કપૂર પર લગાવવામાં આવેલા ઘણા આરોપો સંપૂર્ણપણે ખોટા છે. પ્રિયા કપૂરનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહે જણાવ્યું હતું કે ખોટી જુબાની આપવી એ ગુનો છે અને છેતરપિંડી સમાન છે. રાની કપૂરે શપથ લઈને ખોટું બોલ્યા છે. સુનાવણી દરમિયાન, રાની કપૂરનું પ્રતિનિધિત્વ કરતી સ્મૃતિ ચુરીવાલે અરજીનો વિરોધ કર્યાે અને તેની જાળવણી પર સવાલ ઉઠાવ્યા.




