
અરાવલી વિવાદમાં સુપ્રીમ કોર્ટની એન્ટ્રી.સુપ્રીમે સ્વત: સંજ્ઞાન લઈ ૩ જજાેની બેન્ચને કેસ સોંપ્યો, સોમવારે સુનાવણી.પર્વતમાળાનો ૯૦ ટકા હિસ્સો ખતમ થવાનો ખતરાઅરાવલીની ટેકરીઓ અંગેના વિવાદમાં હવે સુપ્રીમ કોર્ટની એન્ટ્રી થઈ છે. કોર્ટે આ મામલો ૩ જજાેની બેન્ચને સોંપ્યો છે. સોમવારે જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને જસ્ટિસ એ.જી. મસીહની બેન્ચ આ મામલે સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે અરાવલી પર્વતમાળામાં ખનન માટેના નવા પટ્ટા (લીઝ) આપવા પર પ્રતિબંધ મૂક્યો છે. જ્યાં સુધી ખનન માટે યોગ્ય મેનેજમેન્ટ પ્લાન તૈયાર ન થાય ત્યાં સુધી આ રોક યથાવત રહેશે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની ભલામણ પર સુપ્રીમ કોર્ટે વિશ્વની સૌથી જૂની અને ૭૦૦ કિલોમીટર લાંબી અરાવલી હિલ્સની નવી વ્યાખ્યા નક્કી કરી હતી. જેમાં જણાવાયું હતું કે ૧૦૦ મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી ટેકરીઓને જ ‘અરાવલીની ટેકરીઓ‘ માનવામાં આવશે. બાકીના પહાડી હિસ્સાને હટાવી દેવામાં આવશે. જાેકે, કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે નવી વ્યાખ્યાથી પર્વતમાળાને કોઈ ખતરો નહીં થાય, તેમ છતાં આ નવી વ્યાખ્યાનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે.
નિષ્ણાતોનું કહેવું છે કે નવી વ્યાખ્યા બાદ અરાવલીના ૯૦ ટકા હિસ્સાને આ યાદીમાંથી હટાવી શકાય છે. કેન્દ્ર સરકારે અરાવલી પર્વતમાળાના વૈજ્ઞાનિક મહત્વને સમજ્યા વિના અને જાહેર જનતાની સલાહ લીધા વિના આ નવી વ્યાખ્યા નક્કી કરી છે. આના કારણે હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાં ફેલાયેલા અરાવલીના મોટા હિસ્સાઓ ખનન (માઇનિંગ)ના જાેખમમાં આવી શકે છે. આ પર્વતમાળા દિલ્હી અને તેની આસપાસના નોઇડા જેવા વિસ્તારોને રાજસ્થાનના રણની ધૂળ-માટીથી બચાવે છે, પરંતુ આ બાબતને ધ્યાનમાં લીધા વિના ર્નિણય લેવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.
નિષ્ણાતોના મતે અરાવલી પર્વતમાળાનો વિસ્તાર ઘટવાથી નીચે મુજબની અસરો થઈ શકે છે. જેમાં પર્વતીય વિસ્તાર ઓછો થતા ગેરકાયદે ખનન વધશે. રણની રેતી આગળ વધશે અને રણ વિસ્તાર મોટો થશે.
ભૂગર્ભ જળ સ્તર નીચે જવાથી પાણીની ભારે તંગી સર્જાશે. રણની ધૂળ દિલ્હી અને હરિયાણાની હવાને વધુ પ્રદૂષિત કરશે. વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિને નુકસાન થશે અને ગરમીના પ્રમાણમાં વધારો થશે.




