
તંત્રએ વીજચોરીને લઈ ૬૦ લાખનો દંડ ફટકાર્યો.લીંબડી અને સાયલામાં ૬૦ લાખથી વધુની વીજચોરી તંત્રએ ઝડપી.વીજ ચેકીંગમાં લીંબડી, ચુડા તેમજ સાયલાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટા પાયે વીજચોરી ઝડપાઇ જતા ચકચાર મચી જવા પામી છે.સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ડિવિઝન હેઠળના ગામોમાં વીજચોરીએ માઝા મૂકી છે ત્યારે તંત્ર દ્વારા વર્ષના અંતિમ દિવસે હાથ ધરાયેલ આકસ્મિક વીજ ચેકીંગમાં લીંબડી, ચુડા તેમજ સાયલાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટા પાયે વીજચોરી ઝડપાઇ જતા ચકચાર મચી જવા પામી છે.
તંત્ર દ્વારા આ સાથે ચેકીંગ દરમ્યાન ગેરરીતિ કરતા સો થી વધુ જાેડાણ ધારકોને ૬૦ લાખથી વધુની રકમનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. રાજકોટ કોર્પોરેટ ઓફિસની સૂચના તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના અધિક્ષક ઇજનેર એન.એન.અમીનના સીધા માર્ગદર્શન હેઠળ લીંબડી ડિવિઝન અંતર્ગત આવતા ત્રણ તાલુકાઓના ગામોમાં વહેલી સવારથી જ ઓચિંતું વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.લીંબડી, પાણશીણા,ચુડા ગ્રામ્ય તેમજ સાયલાના ગામોમાં એક સાથે હાથ ધરાયેલ કાર્યવાહીમાં પીજીવીસીએલની ૪૨ જેટલી ટીમો દ્વારા ઓપરેશન હાથ ધરાયું હતું. ય્ેંફદ્ગન્ ડ્રાઇવ અંતર્ગત યોજાયેલ વીજ ચેકિંગમાં સાયલા શહેર, વખતપર, નવા સુદામડા, કેરાળા, મદારગઢ, ડોળિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધામા નાખી વીજ જાેડાણોની તપાસ હાથ ધરી હતી. તંત્રની ટીમો દ્વારા કુલ ૪૭૦ જેટલા ઘર વપરાશના વીજ જાેડાણો ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી ૧૦૯ જાેડાણોમાં ગેરરીતી બહાર આવતા તમામને મળી આશરે ૬૦ લાખથી વધુનો દંડ ફટકારતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.




